ટોપ ન્યૂઝધર્મનેશનલ

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ તમામ હોટેલ અને ધર્મશાળામાં પ્રી-બુકિંગ રદ્દ કરવાના આદેશ

Text To Speech

લખનૌ, 21 ડિસેમ્બર : અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેકને હવે માત્ર એક મહિનો જ બાકી છે. ઉદઘાટનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી-બુકિંગ રદ કરી દીધું છે. VVIP સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સમીક્ષા બેઠક બાદ આપવામાં આવેલ સૂચનાઓ

મળતી માહિતી અનુસાર, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22 જાન્યુઆરીએ હોટેલો અને ધર્મશાળાઓમાં પહેલાથી જ કરાયેલી બુકિંગ રદ કરવામાં આવશે. આ અંગે ગુરુવારે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ લોકોએ અયોધ્યામાં મોટી સંખ્યામાં હોટલ બુક કરાવી લીધી છે.

હોટલમાં રહેવા માટે ટ્રસ્ટનું આમંત્રણ જરૂરી છે

મહત્વનું છે કે, VVIP સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આ બુકિંગ રદ કરવામાં આવશે. ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ફક્ત તે જ લોકો રહી શકશે જેમની પાસે ડ્યુટી પાસ અથવા શ્રી રામ તીર્થ ટ્રસ્ટ તરફથી આમંત્રણ પત્ર હશે.

સીએમ યોગી આદિત્યનાથે નિર્ણય પર શું કહ્યું?

આ નિર્ણય અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, એવું ધ્યાને આવ્યું છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે કેટલાક લોકોએ સ્થાનિક હોટલો અને ધર્મશાળાઓ બુક કરાવી છે. તેમણે નિર્દેશ આપ્યો કે આને રદ કરવામાં આવે જેથી સરકાર અને પ્રશાસનમાં કોઈ મુશ્કેલી ન આવે, કારણ કે તે દિવસે ભારતથી વિશેષ આમંત્રિતો અયોધ્યા આવશે અને અયોધ્યા એરપોર્ટ પર 100 વિમાનો આવવાની સંભાવના છે, તેના ડાયવર્ઝનની વ્યવસ્થા પણ કરવી પડશે.

30 ડિસેમ્બરે PM મોદીની મુલાકાત કરશે

આગામી 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીની અયોધ્યા મુલાકાત પહેલા સીએમ યોગીએ ઘણી મહત્વની જાહેરાત કરી છે. એવું પ્રકાશમાં આવ્યું છે કે ધાર્મિક નગરી અયોધ્યાને વડાપ્રધાન મોદીના હાથમાંથી હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ભેટમાં આપવામાં આવશે. સીએમએ કહ્યું કે, 30 ડિસેમ્બરે રામમય અવધપુરીમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય નાગરિક સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે અયોધ્યાને ત્રેતાયુગના મહિમા પ્રમાણે શણગારવામાં આવશે.

Back to top button