Oral Health: ટૂથપેસ્ટ લગાવતા પહેલા બ્રશને ભીનું તો નથી કરતા ને?
- ઓરલ હેલ્થને લઇને લોકો નાની નાની ભૂલો કરી બેસતા હોય છે
- તમે બ્રશને ભીનુ કરવાના બદલે બીજી રીતે ડસ્ટ ફ્રી રાખી શકો છો
- અનેક વાર બ્રશ કરવાના બદલે બે વખત સારી રીતે બ્રશ કરો
દરેક વ્યક્તિ સવારે ઉઠીને સૌથી પહેલા દાંત અને મોંની સફાઇ કરતા હશે અને ત્યારપછી જ અન્ય કામની શરૂઆત કરતા હશે. દાંતને સાફ કરવા માટે લોકો બ્રશ કરે છે. એક્સપર્ટનું કહેવુ છે કે લોકો ખોટી રીતે બ્રશ કરતા હોય છે, જે ઓરલ હેલ્થ માટે ખતરનાક બની શકે છે. જો તમે પણ બ્રશ પર ટૂથપેસ્ટ લગાવતા પહેલા ટૂથબ્રશને ભીનું કરો છો તો તમે પણ મોટી ભૂલ કરી રહ્યા છો.
ટૂથબ્રશ ભીનુ કરવાથી શું થાય છે?
જાણીતા ડેન્ટિસ્ટનું કહેવુ છે કે જો તમે ટૂથપેસ્ટ લગાવતા પહેલા ટૂથબ્રશ ભીનું કરી રહ્યા છો તો આમ કરવુ ખોટુ ગણાશે. વધુ ભેજના કારણે ટૂથપેસ્ટ ઝડપથી દુર થઇ જાય છે. આ ઉપરાંત જોર લગાવીને બ્રશ કરવાથી અને ઇન્ટરડેન્ટલ બ્રશ પર ફ્લોસ લગાવીને બ્રશ કરવાથી ઓરલ હેલ્થ બગડી શકે છે.
બ્રશના ઉપયોગમાં આ બાબતોનું ધ્યાન રાખો
- બ્રશને વાપરતા પહેલા ધોશો નહીં, પરંતુ તેની પર ધૂળ ન લાગે તે માટે તેની પર કેપ લગાવો.
- દિવસમાં અનેક વાર બ્રશ કરવાના બદલે બે વખત સારી રીતે બ્રશ કરો
- રાતે સુતા પહેલા બ્રશ કરવાનું ક્યારેય ન ભુલો, ઓરલ હેલ્થ સારી રહેશે.
આ પણ ધ્યાન રાખોઃ રેપો રેટ અને રીવર્સ રેપો રેટ એટલે શુ? કેમ અર્થતંત્ર માટે આ ખુબ જરુરી છે