મોંઘવારી ભથ્થાંમાં વધારો થવા અંગે કર્મચારીઓમાં જાગ્યો આશાવાદ
- સરકારી કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની રાહ જોઈ રહ્યા છે. હવે DA વધારાને લઈને એક નવું અપડેટ આવ્યું છે. કેન્દ્ર સરકાર નવરાત્રિ અને દિવાળીની વચ્ચે સરકારી કર્મચારીઓ માટે DAમાં વધારાની જાહેરાત કરી શકે છે.
7th Pay Commission: સરકારી કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની રાહ જોઈ રહ્યા છે. હવે DA વધારાને લઈને એક નવું અપડેટ આવ્યું છે. કેન્દ્ર સરકાર નવરાત્રિ અને દિવાળી વચ્ચે તેના કર્મચારીઓ માટે ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે. જો કે, સરકાર તરફથી આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી, પરંતુ ચર્ચા થઈ રહી છે કે DAના વધારામાં સરકાર વધુ રાહ નહીં જોવડાવે. ડીએમાં વધારાની જાહેરાત કરવામાં આવશે તે 1 જુલાઈ, 2023 થી અમલી ગણવામાં આવશે. જો કે અગાઉના મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે DAમાં 3 ટકાનો વધારો કરવામાં આવશે, એવું માનવામાં આવે છે કે મોંઘવારી ભથ્થામાં વધારો 3 ટકાથી વધુ હોઈ શકે છે.
DA વધીને થઈ શકે છે 46 ટકા
ઔદ્યોગિક શ્રમ માટે નવા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW) પર આધારિત DA ગણતરી સૂત્ર મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 4 ટકાનો સુધીનો વધારો કરી શકે છે. આ વધારા બાદ મોંઘવારી ભથ્થું 46 ટકા સુધી પહોંચી જશે.
સરકાર કરી શકે છે આ તારીખની જાહેરાત
DA સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે પેન્શનરોને મોંઘવારી રાહત (DR) આપવામાં આવે છે. DA અને DR વર્ષમાં બે વાર વધે છે – જાન્યુઆરી અને જુલાઈ. હાલમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. માર્ચ 2023 માં છેલ્લા વધારામાં ડીએ 4 ટકા વધારીને 42 ટકા કરવામાં આવ્યું હતું. વર્તમાન ફુગાવાના દરને ધ્યાનમાં લેતા આગામી ડીએમાં 4 ટકા વધારો થવાની ધારણા છે.
આ રાજ્યોએ DAમાં કર્યો છે વધારો
તાજેતરમાં મધ્યપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ જેવી ઘણી રાજ્ય સરકારોએ તેમના રાજ્ય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.
સરકાર DA વધારવાનો નિર્ણય કેવી રીતે લે છે?
DA અને DR વધારો જૂન 2022 ના રોજ પૂરા થતા સમયગાળા માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (AICPI) ની 12-મહિનાની સરેરાશમાં ટકાવારીના વધારાના આધારે નક્કી કરવામાં આવે છે. જો કે, કેન્દ્ર સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ ભથ્થાઓમાં સુધારો કરે છે. મોટાભાગની સરકારોએ માર્ચ અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વખતે પણ આવું થવાની ધારણા છે.
4% DA વધ્યા પછી કેટલો પગાર વધશે?
દાખલા તરીકે, એવા કર્મચારીને ધ્યાનમાં લો જે માસિક રૂ. 40,000 પગાર મેળવે છે. વર્તમાન 42% ના દરે કર્મચારી રૂ. 16,800 DA માટે પાત્ર છે. હવે જો ડીએમાં 4% એટલે કે 46%નો વધારો કરવામાં આવે તો કર્મચારીઓને 18,400 રૂપિયા મળશે.
આ પણ વાંચો: રોકાણકારો માટે અચ્છે દિન, રિકરિંગ ડિપોઝિટના વ્યાજમાં થયો વધારો