લોકસભામાં વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ પડી ભાગ્યો; મોદી સરકાર સંપૂર્ણપણે ‘સલામત’


નવી દિલ્હી: વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત પડી ભાગ્યો છે. પીએમ મોદીના બે કલાકના ભાષણ પછી જ્યારે સ્પીકરે વોટિંગ કરાવ્યું ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ ક્યાંય બચ્યો નથી અને ફરી એકવાર મોદી સરકાર સંપૂર્ણ રીતે પાસ થઈ ગઈ છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે સાંજે ગૃહની કાર્યવાહી પુરી થાય તે પહેલા કેન્દ્ર સરકાર સામે લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને પડતી મુકવાની જાહેરાત કરી છે.
અગાઉ ત્રણ દિવસ સુધી સત્તાધારી પક્ષ અને વિપક્ષના સાંસદોએ આ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે પોત-પોતાના મંતવ્યો રાખ્યા હતા. વિપક્ષ મણિપુરના મુદ્દે આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા.
પીએમ મોદીના જવાબ બાદ લોકસભાના સ્પીકરે મામલો મતદાન માટે મૂક્યો હતો, ત્યારબાદ અવાજ મતથી પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો-મણિપુર હિંસાના અપરાધીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે: પીએમ મોદી