કાલે વિપક્ષ એકઠું થશે: મુફ્તિ તો પહોંચી પણ ગયા; ભાજપે કહ્યું- ફ્લોપ શો સાબિત થશે
પટણા: આવતીકાલે એટલે કે 23મી જૂને બિહારની રાજધાની પટનામાં વિપક્ષી પાર્ટીઓની મહત્વની બેઠક યોજાવાની છે. બેઠક પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટી સુધીના અનેક વિપક્ષી દળો આ બેઠકમાં ભાગ લેવાના છે. વિપક્ષના નેતાઓ પણ એક દિવસ પહેલા પટના પહોંચવા લાગ્યા છે.
કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી પણ પટના પહોંચી ગયા છે. બિહાર સરકારના મંત્રી શીલા મંડલે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું અને તેઓ હવે સ્ટેટ ગેસ્ટ હાઉસ પહોંચી રહ્યા છે.
ભાજપના રાજકીય પ્રહારો વચ્ચે નીતિશ કુમારની શું તૈયારી છે?
23 જૂને બિહારની રાજધાનીમાં જ્યારે અનેક વિપક્ષી રાજકીય પક્ષો હાથ મિલાવશે ત્યારે તેને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે એક પ્રકારની નૈતિક જીત માનવામાં આવશે. બિહારમાં મહાગઠબંધન સરકાર બનાવવા માટે NDA છોડીને મોટી સંખ્યામાં બિન-ભાજપ પક્ષોને એકસાથે લાવવાના અભિયાનનું તેઓ નેતૃત્વ કરી રહ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં વિપક્ષી નેતાઓને સાથે લાવવામાં દિગ્ગજ નેતા લાલુ પ્રસાદની ભૂમિકાને પણ અવગણી શકાય નહીં.
લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ સામે વિપક્ષ બનાવવાનો પ્રયાસ કરી રહેલા નીતીશ કુમારનો આ વિચાર ભલે કાલ્પનિક લાગે પરંતુ કોંગ્રેસની ટોચની નેતાગીરીને ચર્ચાના મંચ પર લાવવી એ મોટી વાત છે અને એક મોટો સંકેત પણ છે.
માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવશે. નીતિશ કુમાર કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોને એક મંચ પર લાવ્યા છે, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં કોંગ્રેસ પ્રાદેશિક પક્ષો માટે એક ડગલું પીછેહઠ કરશે તે કહેવું સહેલું નથી.
નીતિશ કુમારના આ પગલા પર ભાજપ ચાંપતી નજર રાખી રહ્યું છે. આ દરમિયાન યુપીના ડેપ્યુટી સીએમએ વિપક્ષની બેઠક પર પ્રહાર કરતા કહ્યું કે આ સભા સંપૂર્ણ ફ્લોપ શો સાબિત થશે.
આ પણ વાંચો- PM મોદીની યાત્રા વચ્ચે અમેરિકાએ H-1 વિઝા પર રજૂ કર્યો નવો પ્લાન; ભારતીયોને થશે ફાયદો: રિપોર્ટ