વિપક્ષોના વૉકઆઉટ રાજ્યસભામાં ગુસ્સે થયેલા PM મોદીએ શું કહ્યું, જૂઓ વીડિયો
- રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષોના સાંસદોએ ઉભા થઈને કર્યો વૉકઆઉટ
- વિપક્ષોના વૉકઆઉટ પછી પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષો પાસે સત્ય સાંભળવાની તાકાત રહી નથી
દિલ્હી, 3 જુલાઈ: રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. વિપક્ષના હોબાળા પછી પણ પીએમ મોદીએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું, ત્યારબાદ વિપક્ષે વૉકઆઉટ કર્યો હતો. પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષના સાંસદો ઉભા થઈને રાજ્યસભામાંથી નીકળી ગયા હતા.
પીએમ મોદીએ શું કહ્યું?
વિપક્ષના વોકઆઉટ પછી પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષમાં સત્ય સાંભળવાની તાકાત નથી રહી. વિપક્ષ મેદાન છોડીને ભાગ્યો છે. વિપક્ષ જનાદેશ પચાવી શક્યો નથી. તે સત્ય સાથે સ્પર્ધા કરી શકતો નથી. પીએમ મોદીએ કહ્યું, ‘દેશ જોઈ રહ્યો છે કે જૂઠ ફેલાવનારાઓમાં સત્ય સાંભળવાની તાકાત પણ નથી. તેમનામાં સત્યનો સામનો કરવાની હિંમત નથી. આટલી ચર્ચા કર્યા પછી તેમનામાં ઉભા થયેલા પ્રશ્નોના જવાબો સાંભળવાની પણ હિંમત નથી. તેઓ ઉપલા ગૃહની મહાન પરંપરાનું અપમાન કરી રહ્યા છે. દેશની જનતાએ તેમને દરેક રીતે હરાવ્યા છે.’
અહીં જૂઓ વીડિયો:
આ લોકો રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવવા ટેવાયેલા છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું, ‘જે લોકો એવું માને છે કે આમાં શું છે, આ તો થવાનું જ હતું, આ તો એની મેળે જ થઈ જોત, એસે વિદ્રાન છે. આ એવા લોકો છે જેઓ ઓટો પાયલોટ મોડમાં રિમોટ કંટ્રોલ સરકાર ચલાવવા માટે ટેવાયેલા છે. તેઓ કંઈપણ કરવામાં માનતા નથી, તેઓ માત્ર રાહ જોવામાં જ માને છે. પરંતુ અમે મહેનતમાં કંઈ કચાસ નથી રાખતા. અમે છેલ્લા 10 વર્ષમાં જે કર્યું છે તેને અમે વેગ આપીશું અને વિસ્તૃત કરીશું. ઊંડાઈ પણ હશે અને ઉંચાઈ પણ હશે અને અમે આ સંકલ્પને પૂરો કરીશું.’
અધ્યક્ષે શું કહ્યું?
વિપક્ષી સાંસદોના વોકઆઉટ પર અધ્યક્ષે કહ્યું કે, ‘વિપક્ષે તેમની તરફ પીઠ ફેરવી નથી પરંતુ બંધારણ સામે પીઠ ફેરવી છે.’
આ પણ વાંચો: VIDEO: PMના વક્તવ્ય દરમિયાન રાહુલ ગાંધીએ પોતે લોકસભામાં ઈન્ડી એલાસન્સને હોબાળો કરવા ઉશ્કેર્યા