ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

વિપક્ષી પાર્ટીના નેતાઓએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આ રીતે પાઠવી શુભેચ્છા

અમદાવાદ, 26 જાન્યુઆરી : દેશ આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર સમગ્ર દેશ ઉજવણીના માહોલમાં ડૂબી ગયો છે. પીએમ મોદીથી લઈને દેશ-વિદેશના અનેક નેતાઓએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી છે. એ જ રીતે દેશના વિપક્ષી નેતાઓએ પણ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. વિપક્ષી નેતાઓએ સોશિયલ મીડિયા પર લોકોને આ રીતે પાઠવી શુભેચ્છા.

કોંગ્રેસ અધ્યક્ષ માલિકાર્જુન ખરગેએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે, ન્યાય, ગૌરવ, સમાનતા અને સમતાના આપણા મૂલ્યો ભારતના બંધારણના મજબૂત સ્તંભો છે.

વર્ષ 2024 ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે. આ વર્ષ નક્કી કરશે કે શું આપણે બંધારણ, લોકશાહી અને ન્યાયના મૂલ્યોને બચાવી શકશું કે ફરી એ જ યુગમાં પહોંચી જશું જ્યાં દરેક વ્યક્તિ અને તેના અધિકારો સમાન નહીં હોય.

દેશવાસીઓને અભિનંદન આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે, સ્વતંત્રતા ચળવળના સપનાઓને એક કરતું આપણું મહાન બંધારણ ભારતીય પ્રજાસત્તાકનો આત્મા છે. બંધારણના મૂળ સિદ્ધાંતોનું રક્ષણ અને તેમના પ્રત્યે વફાદારી એ જ અમર સ્વાતંત્ર્ય સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિ છે.

ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતા આરજેડી નેતા તેજસ્વી યાદવે લખ્યું છે કે, દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા.

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લખ્યું છે કે, ચાલો આપણે બધા સાથે મળીને આપણા બંધારણની રક્ષા કરવાની શપથ લઈએ અને આપણા મહાન લોકતંત્રને મજબૂત બનાવીયે.

બિહારના ચીફ મિનિસ્ટર નીતિશ કુમારે પણ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પણ દેશવાસીઓને પ્રજા સતાક દિવસની  શુભેચ્છા પાઠવી.

આ પણ વાંચો : દેશનો આજે 75મો પ્રજાસત્તાક દિવસ, કર્તવ્ય પથ પર જોવા મળશે ભારતની બહાદુરી

Back to top button