ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી હાઈકોર્ટમાં વિપક્ષના ‘INDIA’ નામ વિરુદ્ધ અરજી દાખલ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં વિરોધ પક્ષોને તેમના જોડાણ માટે ‘ઇન્ડિયા‘ (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ) નામનો ઉપયોગ કરવાથી રોકવાની માંગ કરવામાં આવી છે.ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સંજીવ નરુલાની બેન્ચ સમક્ષ શુક્રવારે (4 ઑગસ્ટ)ના રોજ આ અરજીની સુનાવણી માટે સૂચિબદ્ધ છે. એટલે કે શુક્રવારે આ મામલે સુનાવણી થઈ શકે છે. આ અરજી એક્ટિવિસ્ટ ગિરીશ ભારદ્વાજે એડવોકેટ વૈભવ સિંહ મારફતે દાખલ કરી છે.

‘INDIA’ ગઠબંધન એનડીએ સામે ચૂંટણી લડશે: વાસ્તવમાં 17 અને 18 જુલાઈના રોજ બેંગલુરુમાં 26 વિપક્ષી દળોની બેઠક થઈ હતી. 18 જુલાઈએ બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ INDIA રાખવામાં આવ્યું છે. આ પક્ષોએ કહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સામે  2024ની લોકસભા ચૂંટણી એકસાથે લડશે .

શું કહેવાયું છે અરજીમાં?: ભારદ્વાજે પોતાની અરજીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનોને ટાંક્યા છે. તેમણે કહ્યું કે આ નેતાઓએ તેમના ગઠબંધનનું નામ આપણા રાષ્ટ્રના નામ તરીકે રજૂ કર્યું છે અને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે NDA/BJP અને માનનીય વડાપ્રધાન મોદી આપણા જ રાષ્ટ્ર સાથે સંઘર્ષમાં છે. 

લોકોના મનમાં ભ્રમણાઃ અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીના નિવેદનથી સામાન્ય લોકોના મનમાં ભ્રમણા ઉભી થઈ છે કે આગામી ચૂંટણી રાષ્ટ્રીય ગઠબંધન (NDA) અને દેશ INDIA વચ્ચે લડવામાં આવશે. કોર્ટને કહેવામાં આવ્યું છે કે અરજદારે ભારતીય ચૂંટણી પંચ (ECI)ને પણ ફરિયાદ કરી હતી, પરંતુ ECIએ હજુ સુધી કોઈ પગલાં લીધા નથી

આ પણ વાંચોઃ ફ્રાન્સે પોતાની સાથે ભારતીય નાગરિકોને નાઈજરમાંથી બહાર કાઢ્યા, દૂતાવાસ પર હુમલા બાદ કાર્યવાહી

Back to top button