ગુજરાતટોપ ન્યૂઝ

ગૃહમાં સરકારે પ્રશ્ન ઉડાવી દીધો હોવાનો વિપક્ષનો આક્ષેપ, અદાણી મુદ્દે વિરોધ કર્યો

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2024, આજે વિધાનસભા સત્રનો ચોથા દિવસે મળેલી પ્રથમ બેઠકમાં ઉર્જા પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન અદાણી પાવર પાસે વીજ ખરીદવા મુદ્દે વિપક્ષે સવાલ કર્યા હતા. આ દરમિયાન ગૃહમાં હોબાળો થતાં કોંગ્રેસે વોકઆઉટ કર્યુ હતું. અદાણી મુદ્દે બેનર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, વિધાનસભામાં કેટલાક પ્રશ્ન સરકારે ઉડાવી દીધા છે, સરકારને ફક્ત અદાણીને કઈ રીતે નફો કરાવવો તેમાં જ રસ છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ શું કહ્યું
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્ચું હતું કે ડબલ એન્જિન સરકારમાં માનીતાઓને ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે. સરકાર દ્વારા અદાણી પાવર સાથે 2007માં 25 વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો. અદાણી પાવર પાસેથી વીજળી યુનિટ ખરીદવા માટે બીડ-1માં 2.89 પૈસા પ્રતિ યુનિટ અને બીડ-2માં 2.35 પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો. 2022ના વર્ષમાં એવરેજ 7.185 પૈસા 2023માં 5.33 પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો હતો.

ત્રણ ગણા ભાવે સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી
કરારમાં નક્કી કરેલી રકમ હતી તેના કરતા બેથી ત્રણ ગણા ભાવ આપીને સરકાર અદાણી પાવર પાસે વીજળી ખરીદી છે. 2022માં 6110 મિલીયન વીજળી 2023ના વર્ષમાં 7425 મિલિયન વીજળી ખરીદવામાં આવી છે.2022માં વીજળી ખરીદવામાં 4,315 કરોડ અને 2023માં 3,950 કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા છે. 2 વર્ષમાં અદાણી પાવરને સરકાર 8,265 કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાવ્યો છે.કોઈને એક રૂપિયો આપવાનો હોય તો સરકારી કચેરીમાં લોકો ધક્કા ખાઈ ખાઈને થાકી જાય છે.

સરકારે પ્રશ્ન જ ઉડાડી દીધો
અમિત ચાવડાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, અમે વિધાનસભામાં માંગણી કરી કે, સરકારના પોતાના પીએસયુ ચેક અને વીજ ઉત્પાદન છે એમાં શું કામ આ પૈસાનું રોકાણ કરીને વીજળી ઉત્પાદન સમક્ષા નથી વધારતા? સરકારે કારણ આપ્યું કે, ઈન્ટરનેશન બજારમાં ઈન્ડોનેશિયામાં કોલસાના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું કે,25 વર્ષથી તમે એગ્રીમેન્ટ કોઈ સાથે કર્યા હોય તો 25 વર્ષના ઉતાર ચઢાવને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કે બધું કન્યુમન ફેક્ટર કન્સીલેશન કરીને જ એગ્રીમેન્ટ કરતા હોવ છો. તો પછી તમારે તાત્કાલિક ભાવ વધારો માંગવાની શું જરૂર છે. મારો સરકારને પહેલો પ્રશ્ન તો એ જ હતો કે, આ અદાણી પાવર કંપનીની જગ્યાએ કોઈ બીજી કંપની હોત તો તમે આ ભાવ વધારો આપ્યો હોત? એ જવાબ સરકારે ઉડાવી દીધો હતો.

આ પણ વાંચોઃકોંગ્રેસે સવાલ કર્યો હાર્ટ એટેક વધવાનું કારણ વેક્સિન છે?, સરકારે કહ્યું આ પાયાવિહોણી વાત

Back to top button