પરીક્ષા આપ્યા વગર 70 હજારની નોકરી મેળવવાની તક, અહીં ભરો ફોર્મ
દિલ્હી, 11 મે: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં નોકરી મેળવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. જો તમે પણ આ સપનું જોઈ રહ્યા છો, તો AAIએ કન્સલ્ટન્ટ, જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા ઇચ્છુક અને પાત્રતા ધરાવે છે તે સત્તાવાર વેબસાઇટ aai.aero દ્વારા અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ જગ્યાઓ ડિપાર્ટમેન્ટ ઓફ સર્વે એન્ડ કેટેગરી સેક્શન, એટીએમ ડિરેક્ટોરેટમાં ભરવામાં આવશે.
20 મે સુધી કરી શકાશે અરજી
જે પણ ઉમેદવારને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં નોકરી મેળવવાની ઈચ્છા હોય તે તમામ ઉમેદવારો 20મી મે સુધી અરજી કરી શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ ભરતી ડ્રાઈવ દ્વારા કુલ 6 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ જગ્યાઓ ભરશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કન્સલ્ટન્ટ, જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની જગ્યાઓ પર ભરતી પાડી છે. તેના વિશે નીચે વિગતવાર જાણો.
અરજી કરવા માટે કેટલી વય મર્યાદા?
સત્તાવાર સૂચના અનુસાર, જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેમની વય મર્યાદા 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
જો તમારી પસંદગી થઈ જાય છે તો કેટલો મળશે પગાર?
આ પદો માટે જે પણ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, તેમને નીચે આપેલી વિગત પ્રમાણે પગાર આપવામાં આવશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને અરજી કરવાની પાત્રતા શું?
કોઈપણ ઉમેદવાર કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમની પાસે અધિકૃત સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.
અહીં જૂઓ સૂચના અને અરજી કરવાની લિંક
AAI ભરતી 2024 માટે અરજી કરવા માટેની લિંક
આ રીતે અહીં પસંદગી થશે
કમિટી દ્વારા લેવામાં આવેલા ઇન્ટરવ્યુના આધારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરવામાં આવનારી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચો: રેલવેના તમામ મુસાફરો માટે ઑનલાઈન ટિકિટ મેળવવાનું બન્યું સરળ