Oppoનો 2 પેરિસ્કોપ કેમેરાવાળો વિશ્વનો પહેલો ફોન લોન્ચ, આ છે કિંમત
09 જાન્યુઆરી, 2024: ચીનની મોબાઈલ ઉત્પાદક કંપની Oppoએ ચીનમાં Oppo Find X7 Ultra સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ દુનિયાનો પહેલો ફોન છે જેમાં કંપનીએ 2 પેરિસ્કોપ કેમેરા આપ્યા છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ સ્માર્ટફોનમાં દુનિયાનું સૌથી મોટું ટેલિફોટો સેન્સર પણ છે. મોબાઈલ ફોનમાં ક્વાલકોમની લેટેસ્ટ ચિપ આપવામાં આવી છે.
Oppo Find X7 Ultra સ્માર્ટફોનની કિંમત
હાલમાં કંપનીએ આ ફોનને માત્ર સ્થાનિક માર્કેટ સુધી જ સીમિત રાખ્યો છે. તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે કે નહીં તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. કંપનીએ Oppo Find X7 Ultraને 3 સ્ટોરેજ વિકલ્પોમાં લૉન્ચ કર્યા છે જે 12/256G, 16/256GB અને 16/512GB છે. મોબાઇલ ફોનની કિંમત અનુક્રમે 5,999 યુઆન (અંદાજે રૂ. 71,300), 6,499 યુઆન (અંદાજે રૂ. 77,300) અને 6,999 યુઆન (અંદાજે રૂ. 83,215) છે.
Oppo Find X7 Ultraના સ્પેસિફિકેશન્સ
સ્પેક્સ વિશે વાત કરીએ તો, ફોનમાં QHD પ્લસ રિઝોલ્યુશન સાથે 120Hz સપોર્ટ કરતી 6.82 ઇંચની LTPO OLED સ્ક્રીન છે. સ્ક્રીન 4,500 nits ની પીક બ્રાઈટનેસ સાથે આવે છે. આ સ્માર્ટફોન 100 W ફાસ્ટ ચાર્જિંગ અને 50 W વાયરલેસ ચાર્જિંગ સાથે મોટી 5000 mAh બેટરી સાથે આવે છે. Oppoનો આ ફોન Snapdragon 8 Gen 3 SOC પર કામ કરે છે.
Oppoનો સુપર સેલ્ફી સ્પેશિયલ સ્માર્ટફોન 12 જાન્યુઆરીએ લોન્ચ થશે, જાણો ભારતમાં કેટલી હશે કિંમત?
ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વોડ કેમેરા સેટઅપ છે જેમાં 50MP Sony LYT-900 સેન્સર, 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ, OIS સાથે 50MP 3X ટેલિફોટો લેન્સ અને 50MP 6X પેરિસ્કોપ લેન્સનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 14 આધારિત ઓપ્પોના કલર ઓએસ પર કામ કરે છે. આમાં તમને બ્લૂટૂથ 5.4, NFC અને WiFi 7ના ફીચર્સ પણ મળે છે.
Oppoએ ભારતમાં ઈયરબડ્સ કર્યા લોન્ચ, જાણો-તેના ફીચર્સ
અહીં આજે મોટોરોલા 12 વાગે ભારતમાં પોતાનો બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આમાં તમને 5000 mAh બેટરી અને 50MP પ્રાઇમરી કેમેરા મળશે. આ સ્માર્ટફોન 2 સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે જેની કિંમત 10,999 રૂપિયા અને 12,999 રૂપિયા હોઈ શકે છે.