અમદાવાદમાં AMC દ્વારા ઈન્ડસ્ટ્રિયલ ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ મચાવી છે. જેમાં સુએજ ફાર્મમાં ત્રણ દિવસમાં 53,050 ચોરસ ફૂટ ગેરકાયદે બાંધકામ હટાવાયું છે. તથા બહેરામપુરા- ઈસનપુરમાં ઈન્ડસ્ટ્રિયલ બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે. તેમાં સર્વોદય એસ્ટેટના યુનિટ-11માં પણ ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કલેક્ટરે બિલ્ડિંગ તોડાવ્યું, ભાજપ આશ્રિતે પાછુ બાંધ્યુ : અમિત ચાવડા
કુલ 52,800 ચો. ફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું
છેલ્લાં ત્રણ દિવસમાં કુલ 53,050 ચો. ફુટ ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા બહેરામપુરામાં ટી.પી. સ્કીમ- 32 (સુએજ ફાર્મ)માં છેલ્લાં ત્રણ દિવસથી હાથ ધરાયેલ ‘ઓપરેશન ડિમોલિશન’ ઝુંબેશના ભાગરૂપે 13,300 ચો. ફુટ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે અને છેલ્લાં ત્રણ દિવસથી સુએજ ફાર્મમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરીમાં 8 ઈન્ડસ્ટ્રીયલ શેડ સહિત કુલ 52,800 ચો. ફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સરાહનીય પ્રયાસ: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંગદાનના કિસ્સા વધ્યા
ગેરકાયદે બાંધકામો તોડવા માટેની ઝુંબેશ ચાલુ રહેશે
ઈસનપુરમાં નેશનલ હાઈવે નં.- 8 ઉપર આવેલ આનંદ રેસ્ટોરેન્ટની નજીક ‘સર્વોદય એસ્ટેટ’ના યુનિટ- 11માં લગભગ 1,250 ચો. ફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરાયું છે. આમ, છેલ્લાં ત્રણ દિવસમાં કુલ 53,050 ચો. ફુટ ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું છે. AMC એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા ‘સર્વોદય એસ્ટેટ’ના યુનિટ- 11માં થયેલા ગેરકાયદે બાંધકામને તા. 19 જાન્યુઆરી, 2023ના રોજ ‘સીલ’ કરવામાં આવ્યું હતું. મ્યુનિ. દ્વારા લગાવાયેલ ‘સીલ’ તોડીને ગેરકાયદે બાંધકામ કરી દેવાયું હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં AMC દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવા માટેની ઝુંબેશ ચાલુ રહેશે.