ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

Operation Ajay: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ચોથી ફ્લાઈટ 274 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી

Text To Speech
  • ઓપરેશન અજય અંતર્ગત ચોથી ફ્લાઈટ આજે રવિવારે ઈઝરાયેલથી નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચી છે. ઈઝરાયેલથી આ ફ્લાઈટમાં 274 ભારતીયોને લાવવામાં આવ્યા છે.

Operation Ajay: ઓપરેશન અજયનો ચોથો તબક્કો પણ સફળ રહ્યો છે. આ અભિયાન હેઠળ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવથી ચોથી ફ્લાઈટ રવિવારે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી (IGI) એરપોર્ટ પર પહોંચી છે. સંકટ વચ્ચે ચોથી ફ્લાઇટમાં 274 ભારતીયોને ઇઝરાયેલથી એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ઓપરેશન અજય હેઠળ ચોથી ફ્લાઇટ શનિવારે મોડી રાત્રે ઇઝરાયેલના તેલ અવીવથી ભારત માટે ઉડાન ભરી હતી. આ પછી વિમાન રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યું હતું. ફ્લાઈટમાં સવાર 274 ભારતીય નાગરિકોને ભારત લાવવામાં આવ્યા છે.

  • આ પહેલા ઓપરેશન અજેયાની ત્રીજી ફ્લાઈટ મોડી રાત્રે ઈઝરાયેલથી દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. જેમાં 197 ભારતીયોને લાવવામાં આવ્યા હતા.

એસ જયશંકરે આપી હતી માહિતી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે એક દિવસમાં ઇઝરાયેલથી ભારત માટે રવાના થનારી આ બીજી ફ્લાઇટ છે. તેમણે લખ્યું, ‘ઓપરેશન અજયની દિવસની બીજી ફ્લાઈટ 274 મુસાફરોને લઈને તેલ અવીવથી ઉડાન ભરી.’

ત્રીજી ફ્લાઈટમાંથી 197 ભારતીયો પાછા ફર્યા

અગાઉ આ અભિયાન અંતર્ગત ત્રીજી ફ્લાઈટ તેલ અવીવથી મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. વિમાનમાં 197 ભારતીય નાગરિકો સવાર હતા. જેમને ઈઝરાયેલના અલગ-અલગ શહેરોમાંથી સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા હતા. ઓપરેશન અજય અંતર્ગત અત્યાર સુધીમાં 918 નાગરિકોને ઈઝરાયેલથી સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ISRO ગગનયાન મિશનનું પ્રથમ પરીક્ષણ વાહન 21 ઑક્ટોબરે લોન્ચ કરશે

Back to top button