આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મેક્સિકોમાં ફરી હિંસાઃ બારમાં ફાયરિંગ, 6 લોકોનાં મૃત્યુ

Text To Speech

તબાસ્કો, તા.25 નવેમ્બર, 2024: દક્ષિણ-પૂર્વ મેક્સિકોના એક બારમાં રવિવારે ફાયરિંગ થયું હતું. જેમાં છ લોકોના મૃત્યુ થયા હતા અને પાંચ ઘાયલ થયા. આ ગોળીબારની ઘટના તટીય પ્રાંત તબાસ્કોમાં બની હતી, જે તાજેતરમાં વધતી હિંસાથી ઝઝૂમી રહ્યું છે. ઉમાર ગાર્સિયા હાર્ફુચે એક્સ પર જણાવ્યું હતું કે ગોળીબાર વિલેહર્મોસામાં થયો હતો અને ઘટનાને ઉકેલવામાં મદદ કરવા માટે કેન્દ્રીય અધિકારીઓ સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. હજુ સુધી કોઈની ધરપકડની માહિતી મળી નથી અને ગોળીબાર શા માટે કરવામાં આવ્યો હતો તે સ્પષ્ટ થયું નથી.

તાજેતરમાં બંદૂકધારીઓએ મધ્ય મેક્સિકોના ક્વેરેટારો શહેરમાં એક બારમાં 10 લોકોની હત્યા કરી હતી. ક્વેરેટારોના જાહેર સુરક્ષા વિભાગના વડા જુઆન લુઇસ ફેરસ્કાના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ શહેરના ઐતિહાસિક જિલ્લામાં લોસ કેન્ટારિટોસ બારની અંદર ગોળીબાર શરૂ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચતી જોવા મળી હતી અને હથિયારોથી સજ્જ ઓછામાં ઓછા ચાર લોકો પિક-અપ ટ્રકમાં સવાર થઈને આવ્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હોવાની પુષ્ટિ કરી હતી.

ઘટના બાદ એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને હુમલામાં વપરાયેલ વાહનને અવાવરું જગ્યાએ ત્યજી દેવામાં આવ્યું હતું અને આગ ચાંપી દેવામાં આવી હતી, એમ ફેરસ્કાએ જણાવ્યું હતું. ક્વેરેટારોને મેક્સિકોના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક માનવામાં આવે છે, જ્યાં 2006 થી વધતી હિંસામાં 450,000 થી વધુ લોકો માર્યા ગયા છે, તેમાંના મોટા ભાગના ડ્રગની હેરફેર અને ગેંગ સાથે સંકળાયેલા છે.

આ પણ વાંચોઃ આધાર કાર્ડથી પરિવારના સભ્યોના આધાર કેવી રીતે કરી શકાય લિંક? જાણો કામની વાત

Back to top button