કુદરતી સૌંદર્યથી ભરેલું છે ઉટી, પર્યટકોનું ફેવરિટ છે આ હિલ સ્ટેશન
- ઉટી એ કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા છે જ્યાં તમે યાદગાર સમય પસાર કરી શકો છો. તમારા પરિવાર સાથે અહીંનો પ્રવાસ ખૂબ જ આનંદદાયક બની શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ ઉટી દેશના લોકપ્રિય હિલ સ્ટેશનો પૈકીનું એક છે. ઉટી એ કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા છે જ્યાં તમે યાદગાર સમય પસાર કરી શકો છો. તમારા પરિવાર સાથે અહીંનો પ્રવાસ ખૂબ જ આનંદદાયક બની શકે છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉટીની મુલાકાત લેવી સલાહભર્યું છે. ઉટીની સુંદરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે.
તમિલનાડુના નીલગીરી જિલ્લામાં સ્થિત ઉટીની સુંદરતા જોવા જેવી છે. અહીં વિદેશી પ્રવાસીઓની પણ ભીડ જોવા મળે છે. નીલગીરી પર્વતોની રાણી ઉટી તેની સુંદર ખીણો, તાજી હવા અને શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે. દરેક સીઝનમાં અહીંયા ફરવાની એક અલગ જ મજા છે.
ઉટીમાં જોવાલાયક 5 લોકપ્રિય સ્થળો
ઉટી તળાવ
ઉટી તળાવ એ શહેરની મધ્યમાં આવેલું એક કૃત્રિમ તળાવ છે. તળાવના કિનારે લટાર મારવું, નૌકાવિહાર અને સ્થાનિક બજારોમાંથી ખરીદી કરવી અહીં આવતા પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે.
ડોડ્ડાબેટ્ટા શિખર
નીલગીરી પર્વતોનું સૌથી ઊંચું શિખર, ડોડ્ડાબેટ્ટા ઊટીનું મુખ્ય આકર્ષણ છે. અહીંથી તમે સમગ્ર ઉટી શહેર અને આસપાસના વિસ્તારોના સુંદર દૃશ્યો જોઈ શકો છો. આ શિખર દક્ષિણ ભારતના સૌથી ઊંચા શિખરોમાંથી એક છે.
બોટેનિકલ ગાર્ડન
ઉટી બોટેનિકલ ગાર્ડનમાં વિશ્વભરના દુર્લભ છોડ અને ફૂલો છે. આ બગીચો તેની સુંદરતા અને શાંતિ માટે જાણીતો છે. અહીં તમને વિવિધ પ્રકારના વૃક્ષો, છોડ અને ફૂલો જોવા મળશે. આમાંથી કેટલાક છોડ એટલા દુર્લભ છે કે તે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી.
રોઝ ગાર્ડન
રોઝ ગાર્ડનમાં વિવિધ પ્રકારના ગુલાબના છોડ રોપવામાં આવે છે. અહીં આવીને તમે ગુલાબની સુગંધ માણી શકો છો. અહીં તમને દુનિયાભરમાંથી લવાયેલા વિવિધ પ્રકારના ગુલાબ જોવા મળશે. તમે તેમની સુંદરતા અને રંગોનો આનંદ માણી શકો છો. રોઝ ગાર્ડનમાં તમે શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસીને પ્રકૃતિનો આનંદ માણી શકો છો.
કાલાહટ્ટી ધોધ
ઉટીની નજીક આવેલો કાલાહટ્ટી ધોધ એક કુદરતી સૌંદર્ય છે. અહીં તમે ધોધ નીચે બેસીને પ્રકૃતિનો આનંદ માણી શકો છો. જો તમે કાલાહટ્ટી ધોધ ન જોયો તો ઊટીની સફર અધૂરી છે. આ ધોધ તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ માટે જાણીતો છે.
આ પણ વાંચોઃ ઓક્ટોબર-નવેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે મનાલી, 5 જગ્યા જીતી લેશે દિલ