ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ઉફફફ…આ ગરમી, ધોમધખતા તાપમાં કૂલ રહેવા અપનાવો આ ઉપાય.

Text To Speech

ગુજરાત જ નહીં ભારતભરમાં સરેરાશ તાપમાન ઉંચકાયું છે. અનેક શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. ખાસ કરીને બપોરના સમયે જે લોકોને જોબ અથવા તો અભ્યાસ કે અન્ય કોઈપણ કામ અર્થે બહાર જવું પડે છે તેઓને આ ઉનાળાની બપોર ખૂબ જ આકરી લાગી રહી છે. ત્યારે આ કેટલાક ઉપાયો અજમાવી, આ બાબતોને ધ્યાનમાં રાખો તો આ આકરી ગરમીમાં પણ તમને રાહત મળશે.

– એસી કે કૂલરમાં બિલકુલ ઠંડા સ્થાન પર હોય અને અચાનક બહાર જવાનું થાય તો તરત ગરમ જગ્યા પર ન જાઓ, તેના કારણે લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે.
-ગરમીના દિવસોમાં બહાર ખાલી પેટ બિલકુલ ન નિકળવું જોઈએ. શરીરમાં એનર્જી લેવલ આ ઋતુમાં જલ્દીથી ઓછું થઈ જાય છે જેના કારણે લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે.
-માસ્ક પહેરવાથી સંક્રમિત લોકોથી બચી શકાય છે જ્યારે તડકા અને લૂથી બચવું હોય તો ઘરની બહાર નીકળવા હાથમાં છત્રી જરૂર રાખો, અથવા માથાને કપડા કે ટોપીથી ઢાંકીને બહાર નિકળો.
-ગરમીના દિવસોમાં વારેવારે પાણી પીવું, જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થઈ જાય.
-ભૂલથી પણ બહારથી આવી અને સીધું પાણી ન પીવો. થોડીક વાર બાદ માટલાનું પાણી પીવો, જો તરત જ ઠંડુ પાણી પીશો તો લૂ લાગી જશે.
-વધારે પરસેવો થવા પર તરત ઠંડું પાણી નહીં પીવું જોઈએ, જે ખતરનાક સાબિત થઈ શકે છે.
– કેરી, લીચી, તરબૂચ, મોસંબી વગેરે ફ્રૂટ લૂ થી બચાવે છે. આ સિવાય દહી,મઠ્ઠો, છાશ, લસ્સી, કેરીનું શરબત વગેરે પીતા રહેવું જોઈએ.
– ગરમીના દિવસોમાં હળવું ભોજન કરવું જોઇએ પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ડાયટ સાવ બંધ કરી દો. હળવું ભોજન પણ પેટ ભરીને ખાવું જરૂરી છે.
-શાકભાજીના જ્યુસ કે સુપ બનાવીને પણ તમે પી શકો છો જેનાથી પણ લૂ થઈ બચી શકાય છે.
– ગરમીની ઋતુમાં ગોળ, ટમેટાની ચટણી, નાળિયેર અને પેઠા ખાવા જોઈએ, જેનાથી પણ લૂ નો ખતરો ઓછો રહે છે.
– ઘરગથ્થુ ઉપચારો મુજબ તડકામાંથી આવ્યા બાદ ડુંગળીનો રસ મધમાં મેળવીને ચાટો, તેનાથી પણ લૂ લાગવાનો ખતરો ઓછો રહે છે.
– એવી માન્યતા છે કે ડુંગળીને ઘસીને નખ પર લગાવવાથી લૂ લાગતી નથી એટલું જ નહિ કાચી ડુંગળી ખાવાથી પણ લૂથી બચી શકાય છે.
– ગરમીના કારણે શરીરમાં અળાઈ થઈ ગઈ હોય તો ચણાના લોટને પાણીમાં ભેળવી અને અડાયની જગ્યા પર લગાવવાથી રાહત થાય છે.

Back to top button