ગુજરાત

ઓહો…ગૃહ રાજ્યમંત્રી અને અધિકારીઓએ નવી નક્કોર બસના પહેલા પેસેન્જર બન્યા!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ હતો. અને આજે રવિવારે ગુજરાત એસટીની 321 જેટલી નવી બસોને લીલી ઝંડી મળી છે. અને આજે સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નારણપુરા જીમનેશિયમ, સ્વિમિંગપુલ, છારોડી તળાવ અને આવાસ યોજના ડ્રો સહિતના વિવિધ લોકાર્પણ કરશે. સાંજે અમદાવાદમાં અમિત શાહ જાહેર સભાને સંબોધશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી 151 એસ.ટી બસો લોકાર્પિત કરી, કહ્યું- ટૂંક સમયમાં જ જામનગરમાં નવું આધુનિક બસ સ્ટેશનને પણ મંજૂરી મળશે | Minister of ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે સાબરમતી વિસત પેટ્રોલ પંપ પાસે આવેલા પ્લોટમાં ગુજરાત રાજ્ય એસટી નિગમની 321 નવી બસોનું લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ રાજ્યના વાહન વ્યવહાર અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના તમામ ધારાસભ્યો સાથે લોકાર્પણ કરવામાં આવેલી નવી એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી. હર્ષ સંઘવી અને ભાજપના નેતાઓ એસ.ટી બસમાં બેસી સુભાષબ્રિજ સુધી ગયા હતા. એસ.ટી વિભાગની નાની બસમાં આગળની સીટમાં હર્ષ સંઘવી બેઠા હતા. તેમની પાછળ મેયર અને બાજુમાં ધારાસભ્ય સહિતના નેતાઓએ બેસી અને બસની સફર માણી હતી.150 દિવસમાં 900 જેટલી નવી બસો મૂકવામાં આવી છે. રાજયના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની સેવા પહોંચે તેના માટે છેલ્લા 150 દિવસમાં 900 જેટલી નવી બસો મૂકવામાં આવી છે અને આગામી બસમાં 2000 જેટલી બસો મૂકવામાં આવશે.

હર્ષ સંઘવી સહિત ભાજપના ધારાસભ્યો અને AMC પદાધિકારીઓએ એસટી બસની મુસાફરી કરી | BJP MLAs and AMC office bearers including Harsh Sanghvi traveled by ST bus - Divya Bhaskar

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા 321 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસો એક લાખ કિલોમીટરનું અંતર કાપશે. 50000 નાગરિકોને આ બસોના કારણે ફાયદો થશે.આધુનિક સુવિધાઓથી સજ્જ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા જે આધુનિક સુવિધાઓ સાથેની નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, રાજ્યના નાના અને ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારો, યુવાનો મહિલાઓ અને વિદ્યાર્થીઓને ગામડાથી શહેરો સુધી પહોંચાડવાની સેવા કરતા આ વિભાગને જે-તે સમયે લોન આપવામાં આવતી હતી, તેને ઈક્વિટી આપી અને વિભાગને વેગ આપવામાં આવ્યો હતો. આજે તેઓએ એસ.ટી. વિભાગના તમામ ડ્રાઇવરો કંડક્ટરોને શુભકામનાઓ આપી હતી. જુના કર્મચારીઓને પણ યાદ કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી. આવનારા દિવસોમાં પણ એસ.ટી. વિભાગ દ્વારા વધુ સારી સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું

આ પણ વાંચો : અમિત શાહે ગુજરાત STની 321 બસોને આપી લીલી ઝંડી

Back to top button