ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતમાં જોવા મળશે આજે ઐતિહાસિક ક્ષણ: પહેલી વાર પીએમ મોદીની સુરક્ષા મહિલા પોલીસકર્મી સંભાળશે

Text To Speech

નવી દિલ્હી, 08 માર્ચ 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર તેઓ નવસારીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાની કમાન મહિલા પોલીસકર્મી સંભાળશે. દેશનું આવું પહેલી વાર થશે. તો વળી ખુદ પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટનું સંચાલન મહિલાઓને સોંપવાની ઘોષણા કરી ચુક્યા છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ એક અનોખી પહેલ કરી રહી છે. ભારતના ઇતિહાસમાં પહેલી વાર, પ્રધાનમંત્રીના કાર્યક્રમની સમગ્ર સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા સંભાળવામાં આવશે. આમાં નવસારીના વાંસી બોરસી ગામમાં હેલિપેડ પર પીએમના આગમનથી લઈને તેમના કાર્યક્રમ સ્થળ સુધીની સુરક્ષાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે સુરક્ષા વ્યવસ્થા માટે 2,100 થી વધુ કોન્સ્ટેબલ, 187 સબ-ઇન્સ્પેક્ટર, 61 પોલીસ ઇન્સ્પેક્ટર, 16 નાયબ પોલીસ અધિક્ષક, પાંચ પોલીસ અધિક્ષક, એક પોલીસ મહાનિરીક્ષક અને વધારાના ડીજીપી રેન્કના અધિકારી સહિત તમામ મહિલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. પ્રધાનમંત્રી વાંસી બોરસી ગામમાં ‘લખતપતિ દીદી સંમેલન’ને સંબોધિત કરશે.

૨,૫૮૭ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતના નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ૧.૧ લાખથી વધુ મહિલાઓને સંબોધિત કરશે. પીએમ મોદી રાજ્યભરના 25,000 થી વધુ સ્વ-સહાય જૂથો (SHG) ની 2.5 લાખથી વધુ મહિલાઓને 450 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય સહાયનું વિતરણ કરશે. પીએમ મોદી શુક્રવારે બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા હતા. પીએમ મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન 2,587 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

આ પણ વાંચો: શ્રીખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા આજે યોજાશે ‘નારી તું નારાયણી’ કાર્યક્રમ

Back to top button