ગુજરાતધર્મ

ગુજરાતમાં ગ્રહણકાળ દરમિયાન એક માત્ર મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે, જાણો શું છે સમય

Text To Speech

રાજ્યમાં ગ્રહણ કાળ દરમિયાન એક માત્ર શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. જેમાં ગ્રહણ કાળ દરમિયાન મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લુ રહેશે. તેમાં ભક્તો ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપ કરી શકે તે માટે મંદિર ખુલ્લુ રખાય છે. ગ્રહણ દરમિયાન ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપનું વિશેષ મહત્વ છે.

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે બનાસકાંઠામાં મહત્ત્વની બેઠક કરી

મંત્ર જાપનું 100 ગણું ફળ મળતું હોવાની માન્યતા

ગ્રહણ દરમિયાન મંત્ર જાપનું 100 ગણું ફળ મળતું હોવાની માન્યતા છે. જેમાં ગ્રહણ બેસશે સાંજે 4.35 કલાકે અને ગ્રહણ મોક્ષ 6.26 કલાકે થશે. તેમાં ગ્રહણનો કુલ સમય 1 કલાક અને 54 મિનિટ રહેશે. તેથી યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં આવતી કાલે ખગ્રાસ સૂર્ય ગ્રહણ નિમિત્તે દર્શન સમય બદલાયો છે. જેમાં સવારે 6.૦૦ કલાકે મંદિર ખુલશે. તેમજ મંગળા આરતી સવારે 6.45 કલાકે થશે. અને શણગાર આરતી સવારે 8.30 કલાકે કરવામાં આવશે.

આ પણ વાંચો: ભાજપ 25 ટકા જૂના ધારાસભ્યોને ઘરે બેસાડવાના મૂળમાં, અમિત શાહે આપ્યો અણસાર

સવારે 11.30 કલાકે મંદિર બંધ થશે

સવારે 10.30 કલાકે રાજભોગ ધરાશે ( દર્શન બંધ ) તથા રાજભોગ આરતી ( દર્શન થશે ) સવારે 11.15 કલાકે જેમાં સવારે 11.30 કલાકે મંદિર બંધ થશે. અને ઉથ્થાપાન બપોરે 1.૦૦ કલાકે ( મંદિર ખુલશે ). તેમજ ગ્રહણ બાદ સાંજના દર્શન રાબેતા મુજબના સમય રાત્રીના 8.30 સુધી થશે.

Back to top button