ટ્રેન્ડિંગવર્લ્ડ

માત્ર મૃત્યુ પર જ તને રજા મળશે! કાર અકસ્માત બાદ મેનેજરે કર્મચારીના મેસેજનો આપ્યો આવો જવાબ, જૂઓ

Text To Speech
  • કર્મચારીના કાર અકસ્માત અંગે મેનેજરની કઠોર પ્રતિક્રિયાથી ઓનલાઈન આક્રોશ ફેલાયો

HD ન્યૂઝ ડેસ્ક, 24 ઓકટોબર: સોશિયલ મીડિયા પર કંપનીઓ અને તેમના મેનેજરોની કડકાઈ વિશે પહેલા પણ ચર્ચા થતી રહી છે, જો કે તાજેતરના એક કિસ્સાએ તેને નવી હવા આપી છે. જેમાં એક કર્મચારીના કાર અકસ્માત અંગે મેનેજરની કઠોર પ્રતિક્રિયાથી ઓનલાઈન આક્રોશ ફેલાયો છે. એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં કાર અકસ્માતમાં બચી ગયેલા કર્મચારી અને તેના મેનેજર વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. આ આશ્ચર્યજનક પોસ્ટમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, અકસ્માત બાદ પોતાના કર્મચારીની હાલત વિશે પૂછવાને બદલે મેનેજર તેને કામ પર આવવા દબાણ કરે છે.

સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે, કર્મચારીએ તેની ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કારની તસવીર મોકલી છે, પરંતુ મેનેજર તેના પર કોઈ ચિંતા દર્શાવતો નથી. ઊલટાનું તેને હજુ સુધી ઓફિસે કેમ નથી પહોંચ્યો તે અંગે પૂછે છે. મેસેજના જવાબમાં તે ભારપૂર્વક કહે છે કે, પરિવારમાં મૃત્યુ સિવાય અન્ય કોઈ કારણસર તેને રજા આપવામાં આવશે નહીં.

જૂઓ આ વાયરલ પોસ્ટ

 

માત્ર મૃત્યુ માટે જ મળશે રજા 

મેનેજરે ચેટમાં લખ્યું કે, ” તે સમજી શકાય તેવું છે, તમે કેમ મોડા આવશો, પરંતુ કુટુંબમાં કોઈના મૃત્યુ સિવાય ઑફિસમાં આવતા રોકાનારી અન્ય કોઈપણ વસ્તુ કંપનીમાં ક્ષમા યોગ્ય નથી.”

X પરની પોસ્ટને અંદાજે 16 મિલિયન વખત જોવામાં આવી છે અને ઇન્ટરનેટ યુઝર્સે ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટોક્સિક વર્કપ્લેસ અને આવા કઠોર મેનેજરોની ચર્ચાએ જોર પકડ્યું છે. એક યુઝરે લખ્યું છે કે, “આ પ્રકારના મેનેજર મને ડરાવે છે.” બીજાએ લખ્યું, “મેં આ નોકરી છોડી દીધી હોત.” બીજાએ લખ્યું, “હું તેમને એક કાર્ડ આપીશ, જેમાં લખ્યું હશે તમારા નુકશાન માટે માફ કરજો અને અંદર લખીશ… આ હું છું જેણે છોડી છે.

Back to top button