ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

સરકાર અને ગ્રામજનોના સામૂહિક પ્રયાસથી જ સ્થાનિક કક્ષાએ શિક્ષણના નવા લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાશે: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

Text To Speech

પાટણ 27 જૂન 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહ્યાં મુજબ “मैं एक ऐसे युवा भारत का सपना देखता हूँ जो किसी भी सीमा से बंधा न हो।” સ્લોગનને સાકાર કરતા 2003 થી‌‌ શરુ થયેલ અનન્ય પરંપરા રૂપી “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 21 મી કડી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતાં

શૈક્ષણિક કાર્યની સમીક્ષા અને વૃક્ષારોપણ કાર્યક્રમની વિશેષતા

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કાર્યક્રમને લઈને જણાવ્યું હતું કે સરકાર અને ગ્રામજનોના સામૂહિક પ્રયાસથી જ સ્થાનિક કક્ષાએ શિક્ષણના નવા લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાશે તેમજ યોગ પ્રદર્શન, પ્રાર્થના અને ગૌરવગીતની મનમોહક પ્રસ્તુતિ, જળ અને સ્વચ્છતાના બાળવક્તા, જ્ઞાનસેતુના મેરીટધારક, તેજસ્વી વિદ્યાર્થી અને દાતા રમેશભાઈ પી. ઠક્કરનુ સન્માન, શૈક્ષણિક કાર્યની સમીક્ષા અને વૃક્ષારોપણ આજના કાર્યક્રમની વિશેષતા રહી હતી

શાળામા હાલ 386 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

આ શાળામા હાલ 386 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજે બાલવાટિકામાં 53, ધોરણ-1 માં 63 એમ કુલ 116 નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી 6 કુમાર અને 50 કન્યાઓ છે. તેમજ આ પ્રસંગે રમેશભાઇ, બળદેવભાઈ, પ્રહલાદભાઈ, માતમભાઇ, દેવાભા, લાલાભાઇ , પોપટભાઇ, રમેશભાઈ, ગુલાબસિંહ, જશુભાઈ, લાલભાઈ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

આ પણ વાંચો : ગુજરાત સરકાર દીકરીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ: સરસ્વતીનાં કાતરા ગામની શાળામાં ઉદ્યોગ મંત્રીએ કહ્યું

Back to top button