લોકસભામાં મહિલા અનામત બિલની વિરુદ્ધમાં માત્ર 2 વોટ પડ્યા, કોણ છે તે નેતા?
- બુધવારે લોકસભા દ્વારા પસાર કરાયેલ મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ બિલ) પર ગુરુવારે (21 સપ્ટેમ્બર) રાજ્યસભામાં ચર્ચા કરવામાં આવશે.
મહિલા અનામત બિલ: મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન એક્ટ બિલ) બુધવારે (20 સપ્ટેમ્બર) સંસદના નીચલા ગૃહ લોકસભામાં ચર્ચા પછી પસાર કરવામાં આવ્યું હતું. તેની તરફેણમાં 454 અને વિરોધમાં 2 મત પડ્યા હતા. હવે તમને એમ થતું હશે કે આ મહિલા અનામત બિલના વિરોધમાં મતદાન કરનારા બે નેતાઓ કોણ છે? આવો જાણી એ…
નારી શક્તિ વંદન અધિનિયમ બિલની વિરુદ્ધ મતદાન કરનારાઓમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી અને AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલ છે. તેમણે હૈદરાબાદના સાંસદ ઓવૈસી બિલમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને મુસ્લિમ સમુદાયની મહિલાઓ માટે અનામતની માંગ કરી રહ્યા છે.
અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?
AIMIM નેતા ઓવૈસીએ ગૃહમાં કહ્યું કે સરકાર સંસદમાં માત્ર ઉચ્ચ જાતિની મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માંગે છે. ઓબીસી અને મુસ્લિમ સમાજની મહિલાઓની કોઈ ચિંતા નથી. તેમણે પ્રશ્ન કર્યો કે ઓબીસી અને મુસ્લિમ સમુદાયો માટે અનામતની જોગવાઈ શા માટે કરવામાં આવી નથી?
પીએમ મોદીનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું કે સંસદમાં ઓબીસી અને મુસ્લિમ મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. તેમણે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી છે, પરંતુ આજે ગૃહમાં ઓબીસી સમુદાયનું પ્રતિનિધિત્વ માત્ર 20 ટકા છે.”
વધુમાં ઓવૈસીએ આ મહિલા અનામત બિલને ચૂંટણી સ્ટંટ પણ ગણાવ્યું હતું. કોંગ્રેસ, એસપી, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ સહિત ગૃહમાં તમામ વિપક્ષી દળોએ બિલને સમર્થન આપ્યું હતું. બિલ પસાર થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં હાજર હતા.
શું તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે?
લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરતા બિલ પર ગુરુવારે (21 સપ્ટેમ્બર) રાજ્યસભામાં ચર્ચા થશે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે આ બિલ પર ચર્ચા માટે સાડા સાત કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: નારીશક્તિ વંદન અધિનિયમ લોકસભામાં 454 મતે પસાર