ગુજરાતમાં “દાદા” સરકારમાં 33 પૈકી માત્ર 12 જિલ્લાને મળ્યા “ઘરના મંત્રી”
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં 33 જિલ્લામાં 156 બેઠકો પર ભાજપને જનતાએ ભવ્ય જીત અપાવી છે. જેમાં આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત શપથ લીધા છે. રાજ્યના ગાંધીનગર ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ યોજાયા બાદ સાંજે નવી સરકારની પ્રથમ કેબિનેટની બેઠક મળી છે. જેના પર તમામ મંત્રીઓના પોર્ટફોલિયો નક્કી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ખેલ પડી ગયો, અપક્ષ અને AAPના ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે!
જેમાં ગુજરાતમાં દાદા સરકારમાં 33 જિલ્લા પૈકી માત્ર 12 જિલ્લાને પોતોના વિસ્તારના મંત્રી મળ્યા છે. એટલે કે પોતાના જિલ્લાના મંત્રી મળ્યા છે. તેમાં જે જિલ્લાના મંત્રી બન્યા છે ત્યાં ખુશીનો માહોલ છવાયો છે.
રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા
કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
જાણો જિલ્લા પ્રમાણે કયા મંત્રી કયાના છે:
કનુ દેસાઇ | કેબિનેટ મંત્રી | પારડી |
ભાનુબેન બારરીયા | કેબિનેટ મંત્રી | રાજકોટ ગ્રામ્ય |
કુબેર ડિંડોર | કેબિનેટ મંત્રી | સંતરામપુર |
બળવંતસિંહ રાજપૂત | કેબિનેટ મંત્રી | સિદ્ધપુર |
ઋષિકેશ પટેલ | કેબિનેટ મંત્રી | વિસનગર |
રાઘવજી પટેલ | કેબિનેટ મંત્રી | જામનગર ગ્રામ્ય |
મુળૂભાઇ બેરા | કેબિનેટ મંત્રી | ખંભાળિયા |
કુંવરજી બાવળિયા | કેબિનેટ મંત્રી | જસદણ |
જગદીશ પંચાલ | રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો | નિકોલ |
હર્ષ સંઘવી | રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો | મજૂરા |
ભીખુસિંહ પરમાર | રાજ્યકક્ષાના મંત્રી | મોડાસા |
બચુ ખાબડ | રાજ્યકક્ષાના મંત્રી | દેવગઢબારિયા |
પ્રફુલ પાનશેરિયા | રાજ્યકક્ષાના મંત્રી | કામરેજ |
મુકેશ પટેલ | રાજ્યકક્ષાના મંત્રી | ઓલપાડ |
કુંવરજી હળપતિ | રાજ્યકક્ષાના મંત્રી | માંડવી |
પરસોત્તમ સોલંકી | રાજ્યકક્ષાના મંત્રી | ભાવનગર ગ્રામ્ય |