દેશના 30 કરોડ મકાનોમાંથી માત્ર 10 ટકા જ ભૂકંપનો સામનો કરવા સક્ષમ
દેશના કુલ 30 કરોડ મકાનોમાંથી 90 ટકા ઘર ભૂકંપના આંચકાનો સામનો કરી શકે તેમ નથી માત્ર 10 ટકા મકાન જ ભૂકંપનો સામનો કરવા સક્ષમ હોવાનું સામે આવ્યું છે. વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીની નીચે ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચે અથડામણ વધી રહી છે. IIT કાનપુરના પ્રોફેસરોએ ભવિષ્યમાં મોટા ભૂકંપની ચેતવણી પણ આપી છે.
આ પણ વાંચો : ગેસના ભાવને લઈને આ મોટો નિર્ણય, જાણો કેમ ખિસ્સા પર વધ્યો બોજ
ઉત્તરાખંડમાં આગામી સમયમાં 7.5ની તીવ્રતાના આંચકાની શક્યતા
અર્થ સાયન્સ વિભાગના પ્રો. જાવેદ એન મલિકે કહ્યું કે ઉત્તરાખંડના રામનગર વિસ્તારમાં મજબૂત ભૂકંપનો ખતરો છે. આગામી સમયમાં અહીં 7.5 થી 8 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવવાની આશંકા છે. હિમાલયના પ્રદેશમાં ટેક્ટોનિક પ્લેટોના અસ્થિરતાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના ભૂસ્તરશાસ્ત્રી અજય પોલે જણાવ્યું હતું કે ભારતીય પ્લેટ પર યુરેશિયન પ્લેટના સતત દબાણને કારણે તેની નીચે સંગ્રહિત ઊર્જા સમયાંતરે ભૂકંપના સ્વરૂપમાં બહાર આવે છે.
છેલ્લા 100 વર્ષમાં 7 મોટા ભૂકંપ
છેલ્લા 100 વર્ષમાં સાત મોટા ભૂકંપ નોંધાયા છે. જેમાં 1897માં શિલોંગમાં આવેલ ભૂકંપ, 1905માં કાંગડા, 1934માં બિહાર-નેપાળ અને 1950માં આસામનો સમાવેશ થાય છે. જે બાદ 1991માં ઉત્તરકાશી, 1999માં ચમોલી અને 2015માં નેપાળમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો.