ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ: CM જનતાની ફરિયાદો સાંભળશે
આમ તો આ જનફરિયાદ નિવારણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયો છે. જે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવતો હોય છે. ત્યારે આગામી 28મી જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાશે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શુક્રવારે 28મી જુલાઈએ બપોરે 3:30 વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
આ રાજ્ય સ્વાગતમાં રાજ્યના દરેક નાગરીકો પોતાની મુશ્કેલીઓ જણાવી શકશે, જેમ કે તમારા વિસ્તારમાં પુરતાં પ્રમાણમાં જો પીવાના પાણીની સમસ્યાનું જો કોઈ નિરાકરણના આવતું હોય તો તમે અહીં ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તમારી વાત રજુ કરી શકશો. આ ઉપરાંત રુબરુ આવીને પણ રજુઆત કરી શકાશે.
આ પણ વાંચો: બનાસકાંઠા: ડીસામાં વિધવા મહિલા સાથે છેતરપીંડી, બે ગઠિયા 74 હજારના દાગીના, રોકડ ચોરી ગયા
સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો શુક્રવાર, તા. 28મી જુલાઈએ સવારે 8: 30 વાગ્યાથી મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.