ગુજરાત

ગુજરાતમાં ભ્રષ્ટાચારી, લાંચિયા અધિકારીઓની ફરિયાદો માટે ઓનલાઇન પોર્ટલ લોન્ચ

  • વોટ્સએપ જેવા સોશિયલ મિડિયાથી મળતી ફરિયાદો ધ્યાને લેશે નહી !
  • વિજિલન્સ કમિશનને કરવામાં આવતી ફરિયાદ અંગેની કાર્યપદ્ધતિમાં સુધારો
  • https://www.gvc.gujarat.gov.in ફરિયાદ કરી શકાશે

ગુજરાતમાં ભ્રષ્ટાચારી, લાંચિયા અધિકારીઓની ફરિયાદો માટે ‘ઓનલાઇન પોર્ટલ’ લોન્ચ કરવામાં આવ્યું છે.ભ્રષ્ટાચારીઓ સામેની ફરિયાદોને પગ ફુટતા રૂટ બદલાયો છે. નાગરિકો પુરાવા સાથે ફરિયાદ નોંધાવી એન્ડ ટુ એન્ડ માહિતી મેળવી શકશે. આયોગે ઈ-સાઈનથી આપેલો જવાબ GVC પોર્ટલમાં તેમના એકાઉન્ટમાં જઈ શકશે.

આ પણ વાંચો: અમદાવાદના લોકો માટે કમોસમી વરસાદ આશીર્વાદ સમાન, જાણો કેમ 

વોટ્સએપ જેવા સોશિયલ મિડિયાથી મળતી ફરિયાદો ધ્યાને લેશે નહી !

ગુજરાત તકેદારી આયોગ અર્થાત વિજિલન્સ કમિશનમાં રાજ્ય સરકારના ભ્રષ્ટાચારી, લાંચિયા અધિકારીઓથી લઈને તંત્રમાં ચાલતી ગેરરિતીઓ સબબ નાગરિકોને ફરિયાદો કરવા છેવટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરાવ્યુ છે. કહેવાય છે કે, લેખિતમાં થતી ફરિયાદો, રજૂઆતો ગાયબ થતી હોવાથી https://www.gvc.gujarat.gov.in ફરિયાદ પોર્ટલ બનાવીને વિજિલન્સ કમિશને નાગરિકોને પુરાવા સાથે ફરિયાદ નોંધાવવા સામાન્ય વહિવટ વિભાગ- GAD મારફતે સુચનાઓ પરિપત્રિત કરાવવી પડી છે. ઉલ્લેખનીય છે કે, આ નવુ પોર્ટલ ખુલતા વિજિલન્સ કમિશનર ઈ-મેઈલ, SMS કે પછી વોટ્સએપ જેવા સોશિયલ મિડિયાથી મળતી ફરિયાદો ધ્યાને લેશે નહી !

આ પણ વાંચો: ગુજરાત: મહાદેવ એપ સટ્ટાકાંડમાં એકાઉન્ટ મામલે થયો ચોંકાવનારો ખુલાસો 

વિજિલન્સ કમિશનને કરવામાં આવતી ફરિયાદ અંગેની કાર્યપદ્ધતિમાં સુધારો

GADના સંયુક્ત સચિવ શબાના કુરેશીની સહીથી પ્રસિદ્ધ પરિપત્રમાં કહેવાયુ છે કે, વિજિલન્સ કમિશનને કરવામાં આવતી ફરિયાદ અંગેની કાર્યપદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. ભારતના નાગરિકો સેક્ટર 10 બી સ્થિત તકેદારી આયોગમાં સચિવને ઉદ્દેશીને પોસ્ટ, સ્પીડ પોસ્ટ, આર.પી.એ.ડી. કે કૂરિયર મારફતે કે પછી રૂબરૂમાં ફરિયાદ કરી જ શકશે પરંતુ તે ઉપરાંત ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકશે. તે માટે નાગરિકોએ ઉપરોક્ત પોર્ટલ ઉપર એકાઉન્ટ બનાવીને ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની રહેશે. આવી રીતે નોંધાવેલી ફરિયાદનો રેફરન્સ નંબર SMSથી નાગરિકને મળશે. એથી એ નંબર તેમજ ઈ-મેઈલનો ઉપયોગ નાગરિકો તકેદારીને લગતી ફરિયાદો અને તેની વર્તમાન પરિસ્થિતિ અંગેની જાણકારી અર્થાત એન્ડ ટુ એન્ડ ઈન્ફર્મેશન મેળવી શકશે. આયોગે ઈ-સાઈનથી આપેલો જવાબ GVC પોર્ટલમાં તેમના એકાઉન્ટમાં જઈ શકશે. નાગરિકો તેનો ઉપયોગ મોબાઈલ પોર્ટલ મારફતે પણ કરી શકશે.

Back to top button