ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં પોલીસના અવરનેસ કાર્યક્રમો છતાં ઓનલાઇન ઠગાઇના કિસ્સામાં વધારો

Text To Speech
  • ગઠિયાએ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી રૂ. ૨.૨૦ લાખ પડાવી લીધા
  • બેંક સ્ટેટમેન્ટ વોટસએપ નંબર ઉપર મોકલતા ગેમ થઇ
  • રામોલ પોલીસ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદમાં પોલીસના અવરનેસ કાર્યક્રમો છતાં ઓનલાઇન ઠગાઇના કિસ્સામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રામોલમાં વેપારીએ સ્ટેટમેન્ટ માટે ઓનલાઇન નંબર શોધીને ફોન કરતા ગઠિયાએ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી રૂ. ૨.૨૦ લાખ પડાવી લીધા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેંક સ્ટેટમેન્ટ વોટસએપ નંબર ઉપર મોકલતા ગેમ થઇ

બેંક સ્ટેટમેન્ટ વોટસએપ નંબર ઉપર મોકલતા ઓપન કરતાની સાથે વેપારીનો મોબાઈલ ફોન હેક થઇ ગયો હતો. રામોલમાં રહેતા વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં છત્તીસગઢના આયુષ્યમાન સંજયકુમાર મહાપાત્રા અને મેહુલ વીજ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૩ જાન્યુઆરીએ તેઓએ બેંક સ્ટેટમેન્ટની જરૂર પડતા બેંકમાં તેમના ઓળખીતા મિત્રને ફોન કરતા મિત્રે જણાવ્યું કે બેન્કના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને મેળવી લો.

કસ્ટમર કેરમાં ફોન કર્યા પરંતુ વાત થઇ શકી ન હતી

જે બાદ કસ્ટમર કેરમાં ફોન કર્યા પરંતુ વાત થઇ શકી ન હતી. આ દરમ્યાન અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો પોતે બેન્કમાંથી બોલતો હોવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ ગઠીયાએ સ્ટેટમેન્ટ માટે મોબાઈલ ફોનમાં એપીકે ફાઈલ ઇન્સ્ટોલ કરાવી અને બેંકની વિગતો ભરાવી કહ્યું કે થોડીવારમાં બેંક સ્ટેટમેન્ટ તમારા વોટસએપ નંબર ઉપર આવી જશે તેમ કેહતા એપ ખોલતા મોબાઈલ ફોન હેક થઇ ગયો.

આ પણ વાંચો: ફેબ્રુઆરી 2025ના મહિનામાં કેન્દ્ર સરકારને GSTની આવક રૂ.1.84 લાખ કરોડની થઈ

Back to top button