ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

નહીં રડાવે ડુંગળીના ભાવ, કેન્દ્ર સરકારે શરુ કર્યું છૂટક વેચાણ

  • કેન્દ્ર સરકારે એનસીસીએફ, નાફેડ, કેન્દ્રીય ભંડાર અને રાજ્ય સહકારી મંડળીઓ મારફતે રૂ. 25 પ્રતિ કિલોના હિસાબે ડુંગળીનો વ્યાપક નિકાલ શરૂ કર્યો.

દિલ્હી: ખરીફ પાકના આગમનમાં વિલંબને કારણે ડુંગળીના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાના કારણે મધ્યમ વર્ગ પર સીધી અસર પડી રહી હોવાથી કેન્દ્ર સરકારે બફરમાંથી રૂ.25 પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે ડુંગળીનું વ્યાપક છૂટક વેચાણ શરૂ કર્યું છે.

  • ગ્રાહક બાબતોના વિભાગે ઇ-સેલ્સ, ઇ-નામ હરાજી અને જથ્થાબંધ વેચાણ મારફતે નિકાલ માટે 5.06 એલએમટી ડુંગળીની ખરીદી કરી.

ગ્રાહક બાબતોના વિભાગે એનસીસીએફ, નાફેડ, કેન્દ્રીય ભંડાર અને અન્ય રાજ્ય નિયંત્રિત સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત રિટેલ આઉટલેટ્સ અને મોબાઇલ વાન મારફતે ડુંગળીનો વ્યાપક નિકાલ રૂ.25 પ્રતિ કિલોના દરે શરૂ કર્યો છે. 2જી નવેમ્બર સુધી નાફેડ દ્વારા 21 રાજ્યોના 55 શહેરોમાં 329 રિટેલ પોઇન્ટની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સ્ટેશનરી આઉટલેટ્સ અને મોબાઇલ વાનનો સમાવેશ થાય છે. એ જ રીતે, એનસીસીએફએ 20 રાજ્યોના 54 શહેરોમાં 457 રિટેલ પોઇન્ટ સ્થાપિત કર્યા છે.

કેન્દ્ર સરકારે 3જી નવેમ્બરથી દિલ્હીમાં પણ છૂટક જથ્થો વેચવાનું શરુ કર્યું 

કેન્દ્રીય ભંડારે પણ દિલ્હી-એનસીઆરમાં તેના રિટેલ આઉટલેટ્સ મારફતે ડુંગળીનો છૂટક પુરવઠો વેચવાનો શરૂ કર્યો છે, જે 3જી નવેમ્બર, 2023થી શરૂ થયો છે અને સફલ મધર ડેરી આ સપ્તાહના અંતથી શરૂ થશે. તેલંગાણા અને અન્ય દક્ષિણના રાજ્યોમાં ગ્રાહકોને ડુંગળીનું છૂટક વેચાણ હૈદરાબાદ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ્સ એસોસિએશન (એચએસીએ) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.

અગાઉ સરકારે લીધેલાં પગલાના આધારે ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો

બેન્ચમાર્ક લાસલગાંવ માર્કેટમાં ડુંગળીના ભાવ 28.102023ના રોજ રૂ.4,800/ક્યુટીએલથી ઘટીને 03.11.2023ના રોજ રૂ.3,650/ક્યુટીએલ થયા હોવાથી સરકારે લીધેલાં સક્રિય પગલાંનું પરિણામ દેખાવાનું શરૂ થયું છે, જે 24 ટકાનો ઘટાડો દર્શાવે છે. રિટેલ કિંમતોમાં આગામી સપ્તાહથી આવો જ ઘટાડો જોવા મળવાની આશા છે.

અગાઉ ટામેટાં પણ છૂટક ગ્રાહકોને સબસિડીના ભાવે વેચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ચોમાસાના વરસાદ અને સફેદ માખીના ઉપદ્રવને કારણે પુરવઠામાં વિક્ષેપોને કારણે જૂન, 2023ના છેલ્લા અઠવાડિયાથી ટામેટાંના ભાવમાં વધારો થયો હતો, ત્યારે સરકારે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્પાદન રાજ્યોમાંથી એનસીસીએફ અને નાફેડ મારફતે ટામેટાંની ખરીદી કરીને હસ્તક્ષેપ કર્યા હતા અને મુખ્ય વપરાશ કેન્દ્રોમાં ગ્રાહકોને સબસિડીના દરે સપ્લાય કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રૂ. 2,000ની નોટ હજુ પણ RBIને મોકલી શકાશે, જાણો કેવી રીતે?

Back to top button