- ડુંગળીના ભાવ આમ જનતાને રડાવી રહ્યા છે
- સામાન્ય દિવસોમાં પ્રતિકીલોએ રૂ. 15 થી 20 મળતી
- ડુંગળીના ભાવ રૂપિયા 100એ પહોંચે તેવી શકયતા
ગુજરાતમાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે. જેમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. ગરીબોની કસ્તૂરી ડુંગળીના ભાવમાં ઉછાળો થયો છે. ત્યારે ડુંગળીનો ભાવ રૂપિયા 70 થી 80 રુપિયે કિલો થયો છે. છેલ્લા 7 દિવસમાં જ ભાવવધારો નોંધાયો છે. જેમાં સપ્લાય ચેઈનમાં ઘટાડો થતા ડુંગળીના ભાવ વધ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઓટોમોબાઇલ પાર્ટ્સના વેપારીઓને ત્યાં SGSTના દરોડા
સામાન્ય દિવસોમાં પ્રતિકીલોએ રૂપિયા 15 થી 20 મળતી
તહેવારોના સમયમાં જ ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. રાજ્યમાં મોંઘવારીના ખપ્પરમાં સૌ કોઈ છે ત્યારે હવે ગરીબોની કસ્તુરી ડુંગળી પણ જનતાને રડાવી રહી છે. ગરીબોની થાળીમાં સૌથી વધુ પીરસાતી ડુંગળી ભાવના ભાવ કેમ વધી રહ્યાં છે. ડુંગળી સામાન્ય દિવસોમાં પ્રતિકીલોએ રૂપિયા 15 થી 20 મળતી હતી. જે છેલ્લા 7 દિવસમાં રૂપિયા 60 નો ડુંગળીના ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાત: કોમર્સની ડિગ્રી ધરાવતો નકલી ડોક્ટર ઝડપાયો, 1 વર્ષથી દવાખાનું ચલાવતો
ડુંગળીના ભાવ આમ જનતાને રડાવી રહ્યા છે
ડુંગળીના ભાવ આમ જનતાને રડાવી રહ્યા છે. હવે ડુંગળીના ભાવ આસમાને પહોંચતા રસોઈનો સ્વાદ ફિક્કો બન્યો છે. હજી પણ ડુંગળીના ભાવ રૂપિયા 100એ પહોંચે તેવી શકયતા છે. માલની આવક બંધ થતાં વેપારીઓએ ડુંગળીના ભાવ વધવાનું અનુમાન કર્યું છે. શાકભાજીની રાણી કહેવાતી ડુંગળી હવે સફરજન કરતા પણ મોંધી થઈ છે. ત્યારે ગૃહિણીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી આવતી ડુંગળીની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે ડુંગરીના ભાવ આસમાને પહોંચતા માર્કેટમાં ડુંગળી કિલોના 70 થી 80 રૂપિયેના ભાવે પહોંચી છે.