ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ONGCનો શેર આપશે જોરદાર નફો! ભાવમાં 52 ટકાનો થઇ શકે છે વધારો

મુંબઇ, 29 માર્ચ, 2025: તમે જ્યારે શેરબજારમાં રચ્યાપચ્યા છો અને દૈનિક વધઘટ પર નજર રાખી રહ્યા છો ત્યારે ONGCના શેર પર નજર રાખવી જરૂરી છે. હકીકતમાં જેફરીઝે ONGC માટે બાય રેટિંગ યથાવત્ રાખ્યુ છે અને તેનો ટાર્ગેટ શેરદીઠ રૂ. 375 રાખવામાં આવ્યો છે, એટલે હાલના સ્તરેથી આ શેરમાં 52 ટકાનો વધારો થવાની શક્યતા છે.

શાનદાર છે ONGCનું ભવિષ્ય!

વિદેશી બ્રોકરેજ કંપની જેફરીઝે ઓએનજીસીનો શેર માટે ઉત્સાહજનક ભવિષ્યવાણી કરી છે. કંપનીએ કંપનીના શેર પર ‘ખરીદેં’ (BUY)ની રેટિંગ જારી કરતા કહ્યુ છે આ શેરના ભાવનો લક્ષ્યાંક 375 રૂપિયા રાખ્યો છે. નિષ્ણાતો માને છે કે ગેસ અને ક્રૂડ ઓઈલના ભાવમાં સુધારાથી કંપનીને ફાયદો થશે, જેના કારણે કંપનીની શેર દીઠ કમાણી (EPS) FY25 થી FY27 વચ્ચે વાર્ષિક 14 ટકા વધવાની ધારણા છે.

નોંધનીય છે કે ONGCએ FY26 થી FY30 વચ્ચે ઉત્પાદનમાં વાર્ષિક 10-12 ટકા વૃદ્ધિનો લક્ષ્યાંક રાખ્યો છે, જેનો મુખ્ય આધાર મુંબઈ હાઈ રિજનમાં ઉત્પાદનમાં વધારો હશે. જેફરીઝનો રિપોર્ટમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે સમાન ભૂસ્તરશાસ્ત્રીય બંધારણ સાથે ઇરાકના રુમૈલા ઓઇલ ફિલ્ડમાં 40 ટકા ઉત્પાદન વૃદ્ધિ હાંસલ કરવી એ ONGC માટે હકારાત્મક અભિગમ છે.

શા માટે ONGCમાં શેરમાં ઊછાળો આવી શકે છે?

હકીકતમાં, જેફરીઝનું માનવું છે કે ઓઇલ અને ગેસના ભાવમાં સુધારાને કારણે ONGCના નફામાં મોટો ઉછાળો આવી શકે છે. આ સિવાય FY25-27 વચ્ચે EPS (શેર દીઠ કમાણી)માં વાર્ષિક 14 ટકાનો વધારો થઈ શકે છે.

ONGCની ઉત્પાદન વૃદ્ધિ યોજના

એવું માનવામાં આવે છે કે મુંબઈ હાઈ ONGCને ઉત્પાદનમાં વધારો આપશે. વાસ્તવમાં, ONGCનું લક્ષ્ય FY26-30 વચ્ચે 10-12 ટકાના દરે વૃદ્ધિ હાંસલ કરવાનું છે. આ સિવાય ONGCના ક્રૂડ અને ગેસ ઉત્પાદનમાં 2025ના મધ્ય સુધીમાં 5-6 ટકા વાર્ષિક વૃદ્ધિ જોવા મળશે. તે જ સમયે, બ્રિટિશ પેટ્રોલિયમ (બીપી) પહેલેથી જ રુમૈલા તેલ ક્ષેત્રમાં 40 ટકા ઉત્પાદન વૃદ્ધિ હાંસલ કરી ચૂક્યું છે. BPનો સમાવેશ ONGCના ટેકનિકલ સર્વિસ પાર્ટનર તરીકે કરવામાં આવ્યો છે, જેના કારણે ઉત્પાદનમાં મોટો ઉછાળો આવી શકે છે.

ONGC માટે BPની સફળતા શા માટે મહત્વપૂર્ણ છે?મુંબઈ હાઈ અને ઈરાકનું રુમૈલા ઓઈલ ફિલ્ડ, આ બંને ભૂસ્તરશાસ્ત્રીય રીતે સમાન છે. BPએ 8 વર્ષમાં રુમૈલાની ઉત્પાદન ક્ષમતામાં 40 ટકાનો વધારો કર્યો હતો. જો ONGC સમાન મોડલ મુંબઈ હાઈમાં અપનાવે તો એકંદરે રિકવરી રેટ 30 ટકાથી વધીને 50 ટકા થઈ શકે છે.

ONGCને મોટો ફાયદો

ONGC અપેક્ષા રાખે છે કે FY26 (8.5 ડોલર/mmbtu) સુધીમાં ગેસનું 20 ટકા ઉત્પાદન નવી પ્રાઇસિંગ સિસ્ટમ હેઠળ આવશે અને FY30 સુધીમાં આ દરે 100 ટકા ઉત્પાદન થશે. તે જ સમયે, બેઝ નોમિનેશન ફીલ્ડ ગેસના ભાવ દર વર્ષે 0.25 ડોલર/mmbtu વધશે, જે કંપનીના નફાના માર્જિનને વધુ મજબૂત કરશે.

ક્રૂડ બિઝનેસમાં પણ મોટો નફો

રિપોર્ટ અનુસાર, ONGC માની રહી છે કે જ્યાં સુધી ક્રૂડની કિંમત બેરલદીઠ 100 ડોલરની નીચે રહેશે ત્યાં સુધી કોઈ વિન્ડફોલ ટેક્સ લાગશે નહીં. તેનાથી વિદેશી કંપનીઓ માટે રોકાણ કરવામાં સરળતા રહેશે. આ સિવાય ઓએનજીસીનો અયાના પાવર સાથેનો નવો સોદો સૌર ઉર્જા અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં તેના વિસ્તરણ તરફ નિર્દેશ કરે છે. ONGCનું લક્ષ્ય 14 ટકા ઇક્વિટી રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ (IRR) હાંસલ કરવાનો છે, જેથી કંપની લાંબા ગાળામાં સ્થિર નફો કમાઈ શકે છે.

શું ONGCમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે?

જેફરીઝનું કહેવું છે કે ONGCના શેરમાં હજુ પણ ઘણી સંભાવનાઓ છે. જો કંપની તેની પ્રોડક્શન ગ્રોથ પ્લાન અને ગેસ-ક્રૂડ પ્રાઈસિંગ રિફોર્મને યોગ્ય રીતે લાગુ કરે તો રોકાણકારોને મોટો નફો મળી શકે છે.

(આ માહિતી ફક્ત જાણકારીના હેતુ માટે છે. માર્કેટમાં રોકાણ જોખમોને આધિન છે. HD News-હમ દેખેંગે ન્યૂઝ દ્વારા ક્યાં રોકાણ કરવું તેની સલાહ કોઇને પણ આપવામાં આવતી નથી. દરેક રોકાણકારે રોકાણ કરતા પહેલા પોતાના નિષ્ણાતની સલાહ લેવાની રહેશે)

આ પણ વાંચોઃ ભારતની યુએસ LNG પર આયાત જકાતને રદ કરવાની વિચારણા

Back to top button