

મંકીપોક્સને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે રોગ સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ નમૂનાઓ પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત 21 દિવસ સુધી રોગના લક્ષણો પર દેખરેખ રાખવા પણ તાકીદ કરી છે અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ રહેવાની પણ ચેતવણી આપી છે.
દુનિયામાં મંકિપોક્સના કેસ વધી રહ્યાં છે સદનસીબે ભારતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી પરંતુ મંકિપોક્સ ચેપી હોવાથી અને દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ભારતમાં તેની એન્ટ્રી અટકાવવા સરકાર સક્રિય થઈ છે. કેન્દ્ર સરકારે મંકિપોક્સના મેનેજમેન્ટની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. ચેપી સમયગાળા દરમિયાન દર્દી અથવા તેની દૂષિત સામગ્રી સાથેના છેલ્લા સંપર્કથી 21 દિવસ (કેસની વ્યાખ્યા મુજબ) ચિહ્નો/લક્ષણોની શરૂઆત માટે ઓછામાં ઓછા દરરોજ સંપર્કોનું નિરીક્ષણ કરવું જોઈએ.
સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એવું પણ જણાવ્યું છે કે સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્ક દ્વારા ક્લિનિકલ નમૂનાઓ NIV પુણે એપેક્સ લેબોરેટરીમાં મોકલી આપવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલમા મંકિપોક્સનો એક કેસ નથી પરંતુ અત્યારથી તકેદારી રાખવી સારી છે.