OnePlus 12નું વેચાણ આજથી શરૂ
31 જાન્યુઆરી 2024:OnePlus 12નું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. આ ફોનના પહેલા સેલ પર કેટલીક ઑફર્સ પણ આપવામાં આવી રહી છે.
OnePlus એ તાજેતરમાં ભારતમાં તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરી છે. વનપ્લસે આ શ્રેણી હેઠળ બે સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. પહેલા સ્માર્ટફોનનું નામ OnePlus 12 હતું, જ્યારે બીજા સ્માર્ટફોનનું નામ OnePlus 12R હતું. કંપનીએ આ બે ફોનની સાથે ઈયરબડ પણ લોન્ચ કર્યા હતા. OnePlus 12નું વેચાણ Amazon India વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે.
એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ ઉપરાંત વનપ્લસ ઈન્ડિયાની વેબસાઈટ પર પણ OnePlus 12નું વેચાણ થઈ રહ્યું છે. ફોનની કિંમત 64,999 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથેનું વેરિઅન્ટ ઉપલબ્ધ છે. આ ફોનનું બીજું વેરિઅન્ટ 16GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 69,999 રૂપિયા છે. આ ફોન Flowy Emerald અને Silly Black કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
OnePlus 12ના પહેલા સેલમાં યુઝર્સને ઘણી ખાસ ઑફર્સ પણ આપવામાં આવી રહી છે. આ ફોન પર ICICI ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જ્યારે એક્સચેન્જ બોનસનો લાભ લઈને યુઝર્સ 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.
આ ફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો કંપનીએ પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યો છે. આ સેટઅપનો પહેલો કેમેરો 50MP Sony LYT 808 કેમેરા સેન્સર સાથે આવે છે, બીજો કેમેરો 64MP OmmiVision OV64B પેરિસ્કોપ કેમેરા સેન્સર સાથે આવે છે, અને ત્રીજો કેમેરો 48MP Sony IMX581 સેન્સર સાથે આવે છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP ફ્રન્ટ કેમેરા સેન્સર છે.