સાયન્સ એન્ડ ટેકનોલોજી

ગૂગલના AI Bardના એક ખોટા જવાબથી કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન, જાણો શું મુદ્દો શું છે

ગૂગલ એ આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટું સર્ચએન્જિન છે. છેલ્લા ઘણા સમયથી ગૂગલે દબદબો બનાવી રાખ્યો છે. ગૂગલ દરેક પ્રકારની સેવા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘણા સમય પછી ગૂગલને મુશેકલીનો સામનો કરવો પડ્યો છે. માઈક્રોસોફ્ટએ આ પળનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી લીધો છે. ChatGPT સાથે નવી Bing સર્ચએન્જિન લોન્ચ કર્યું છે. ગૂગલ બધાને હંફાવી રહ્યું છે ત્યારે હાલમાં માઈક્રોસોફ્ટ અને ChatGPTને ટક્કર આપવા માટે ગૂગલે Bardને માર્કેટમાં મુક્યું છે. પરંતુ તેનાથી કંપનીને 8250 અબજ રૂપિયાનું ભારે નુકસાન ભોગવવું પડ્યું છે.

આ પણ વાંચો:હવે તમારા દરેક સવાલના જવાબ મળશે ChatGPT પર : ગૂગલને પણ આપશે ટક્કર !

તાજેતરમાં ચેટબોટ તરીકે ChatGPT માર્કેટમાં ખૂબ ચાલી રહ્યું છે આજે ચેટબોટ તરીકે ChatGPTનો સૌથી વધારે ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે ગૂગલે પણ ચેટબોટમાં ઝંપલાવ્યું છે તેને પણ પોતાનું ચેટબોટ લોન્ચ કર્યું છે. ChatGPTને ટક્કર આપવા માટે ગૂગલ દ્વારા પોતાનું AI બેઝ ચેટબોટ Bard લોન્ચ કર્યું છે. ગૂગલ જેના પર લાંબા સમયથી કામ કરી રહ્યું છે તે LaMDA બેઝ આ ચેટબોટ છે. કોઈપણ કામ ઝડપથી કરતા તેનું નુકસાન ભોગવવું પડે છે તેવી જ રીતે ગૂગલે Bard લોન્ચ કરવામાં પણ ઉતાવળ કરી છે અને તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું છે.

8 ફેબ્રુઆરી બુધવારે ગૂગલની પેરેન્ટ કંપની Alphabetના શેરોમાં ઘટાડો જોવા મળ્યો જેનું કારણ Bardને બતાવવામાં આવી રહ્યું છે. રીપોર્ટ મુજબ Bardના લોન્ચ થયા બાદ ગૂગલની Alphabet કંપનીને 100 અબજ ડોલર એટલે કે 8250 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું જેથી કંપનીની માર્કેટ વેલ્યુમાં 100 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો:ChatGPT માત્ર બે જ વર્ષમાં Googleને ખતમ કરી દેશે, જાણો-કોણે કર્યો આ દાવો ?

ક્યાં કારણોસર ગૂગલને એટલું મોટું નુકસાન થયું?

કોઈપણ બાબતમાં ખોટી જાણકારી હંમેશા નુકસાન જ પહોચાડે છે. ગૂગલને પણ આવું જ કઈક થયું છે. ગૂગલના પ્રમોશનલ વિડીયોમાં ખોટી માહિતી આપવામાં આવી હતી જેના લીધે બુધવારે અમેરિકન માર્કેટમાં Alphabetના 9 ટકા શેર ગગડીને નીચે આવી ગયા હતા. Reutersએ ગૂગલના પ્રમોશનલ વિડીયોમાં ભૂલ પકડી પડી હતી જેના લીધે કંપનીના શેરોમાં ઘટાડો થયો હતો.

આ અઠવાડિયે ગૂગલે પોતાનું AI બેઝ Bradનું ઉતાવળમાં લોન્ચિંગ કર્યું હતું. ગૂગલના પ્રમોશનલ વિડીયોમાં ચેટબોટ Bardને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્ન એ હતો કે ‘9 વર્ષના છોકરાને જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ (JWST)ની શોધ વિશે શું બતાવવું જોઈએ?’ જેના પ્રત્યુત્તરમાં AI Bard કહે છે કે JWSTનો ઉપયોગ મિલ્કી વે ની બહાર ગ્રહોના ફોટા લેવા કરવામાં આવે છે. AI Bard દ્વારા આપવામાં આવેલો આ જવાબ ખોટો હતો અને જેનું પરિણામ તેને ભાગ્વવું પડ્યું હતું.

આ પણ વાંચો:Chat GPT શું છે? શા માટે તેની પર લાગી રહ્યો છે હિંદુ ધર્મના અપમાનનો આક્ષેપ?

હકીકતમાં JWST શું કરે છે?

હકીકતમાં જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ એટલે કે JWSTનો ઉપયોગ બ્રહ્માંડના ભૂતકાળની ચકાસણી કરવા માટે થાય છે. તેના કામને ચાર ભાગોમાં વહેચવામાં આવ્યું છે અને તેને હબલ ટેલીસ્કોપનું સક્સેસર પણ કહેવામાં આવે છે.

શું માઈક્રોસોફ્ટ (Microsoft) આગળ વધી ગયું ?

તાજેતરમાં ગૂગલે માઈક્રોસોફ્ટ અને Open AI નું ChatGTPને ટક્કર આપવા માટે માર્કેટમાં AI બેઝ Bardનું લોન્ચિંગ કર્યું હતું. પરંતુ ગૂગલ પોતાના ચેટબોટને ક્યારે અને કેવી રીતે ઇન્ટિગ્રેટ કરશે આ વિશે કોઈજ માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો:માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનો રોટલી બનાવવાનો પ્રયાસ, ધી સાથે લુફ્ત ઉઠાવતા દેખાયા જુઓ વીડિયો

બુધવારે ગૂગલે એને પ્રેઝેન્ટ કરીને તો દેખાડ્યું પરંતુ તેમાં વધારે વિસ્તૃત માહિતી ન હતી. જયારે માઈક્રોસોફ્ટએ ChatGPTને ઇન્ટીગ્રેટ કરીને નવું Bing સર્ચએન્જિન લોન્ચ કરી દીધું છે.

જોકે આના પર પણ હજી વેટલિસ્ટ જ દેખાય રહી છે. પરંતુ માઈક્રોસોફ્ટએ યોગ્ય સમયે મોકા પર ચોક્કો માર્યો છે એટલે કે યોગ્ય સમયે Open AI સાથે ડીલ કરીને ગૂગલને ટક્કર આપી દીધી છે. આ આખી રમતમાં કંપની ગૂગલ સામે ક્યાં સુધી લીડ લઇ શકશે ટક્કર આપી શકશે એતો આવનાર સમય જ બતાવી શકશે. પરંતુ લાંબા સમય સુધી રાજ ભોગવી રહેલ ગૂગલ તેના સ્થાનને લઇ હવે ચિંતિત લાગે છે.

આ પણ વાંચો:હવે તમારા દરેક સવાલના જવાબ મળશે ChatGPT પર : ગૂગલને પણ આપશે ટક્કર !

ChatGPTને Open AI દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે એક ચેટ કરવા માટેનું એક આર્ટિફીશિયલ ઈંટેલિજંસ ચેટબોટ છે. એટલે કે ચેટબોટ તમારા પ્રશ્નોનો જવાબ વાતચીતની રીતથી આપે છે. ગત કેટલાક સમયમાં તેને ઘણીબધી લોકપ્રિયતા મેળવી લીધી છે. જેના કારણે માઈક્રોસોફ્ટએ Open AI સાથે ડીલ કરી અને બંને સાથે મળી ગયા.

માઈક્રોસોફ્ટને શું ફાયદો થશે?
માઈક્રોસોફ્ટએ Bing સર્ચએન્જિનને ChatGPT સાથે લોન્ચ કરી દીધું છે. જયારે બીજીબાજુ Open AI એ ChatGPTને સબ્સક્રિપ્શન બેઝ બનાવી દીધું છે એટલે કે તેની સેવાનો લાભ લેવા સબસક્રિપ્શન કરવું પડશે. જોકે તેનું ફ્રી વર્ઝન પણ મળે છે પરંતુ તેમાં ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો:Microsoft Windowsના આ વર્ઝન થશે બંધ !

Open AI ChatGPTનું ફ્રી વર્ઝન લેવા માટે યુઝર્સએ Microsoft Bing સર્ચ એન્જિન પર જવું પડશે. જેથી લોકો આ સર્ચએન્જિનનો વધારે ઉપયોગ કરશે. જેની સીધી અસર ગૂગલ બાબા એટલે કે Google સર્ચએન્જિનને પડશે.

Back to top button