ઇન્ટરનેશનલ ડેસ્કઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાંથી કિંમતી ચીજવસ્તુઓ સહિત એક હજારથી વધુ કલાકૃતિઓ ગુમ છે. પોલીસ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સરકાર વિરોધી વિરોધીઓએ 9 જુલાઈના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના નિવાસસ્થાનો પર કબજો કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન અને ‘ટેમ્પલ ટ્રી’માં વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાંથી આવશ્યક ચીજવસ્તુઓ સહિત એક હજારથી વધુ મૂલ્યવાન કલાકૃતિઓ ગુમ થઈ ગઈ છે. પોલીસ સૂત્રોના હવાલાથી વેબ પોર્ટલ ‘કોલંબો પેજીસ’એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ભવન તેમજ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાંથી દુર્લભ કલાકૃતિઓ સહિત લગભગ 1,000 કિંમતી ચીજવસ્તુઓ ગુમ થઈ ગઈ છે.
કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના
મળતી માહિતી પ્રમાણે, તપાસ શરૂ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. તપાસ અધિકારીઓ માટે સમસ્યા એ છે કે, શ્રીલંકાના પુરાતત્વ વિભાગ પાસે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રાચીન વસ્તુઓ અને વિવિધ કલાકૃતિઓનો વિગતવાર રેકોર્ડ નથી.
પુરાતત્વ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગુમ થયેલી પ્રાચીન વસ્તુઓની ચોક્કસ સંખ્યા વિશે ચોક્કસ અને સ્પષ્ટ માહિતી મેળવવી મુશ્કેલ બનશે. જોકે, પોલીસનો અંદાજ છે કે ગુમ થયેલી વસ્તુઓની સંખ્યા 1,000થી વધુ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ
આર્થિક કટોકટી, સ્થિરતા, વિદેશી સહાય! ક્યાં જઈ રહ્યું છે શ્રીલંકા ?
શ્રીલંકા મોંઘવારીની લપેટમા, એક કિલો દાળના રૂ.500 શાકભાજીના રૂ.220