શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકી ઠાર, ઓપરેશન ચાલુ
- ઉનાળાની રાજધાની શ્રીનગર પાસે આવેલા હરવાનના ઉપરના જંગલમાં મોડી રાત્રે થયો ગોળીબાર
જમ્મુ, 3 ડિસેમ્બર: જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગર પાસે આવેલા હરવાનના ઉપરના જંગલમાં રાત્રે ગોળીઓનો અવાજ ગુંજ્યો, જ્યારે સુરક્ષા દળોનો ઘેરો તોડીને ભાગી જવા માટે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. આ દરમિયાન સુરક્ષા દળોએ પોતાનો બચાવ કરતા જવાબી કાર્યવાહી કરી અને ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયું. હરવાનમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું. આતંકીઓ સાથેની આ અથડામણ દરમિયાન બંને તરફથી ગોળીબાર પણ થયો. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોને ગુપ્તચર માહિતી મળી હતી કે હરવાનમાં આતંકવાદીઓનું એક ગ્રુપ છુપાયેલું છે. સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. માર્યા ગયેલા આ આતંકીની ઓળખ મેળવવામાં આવી રહી છે. તેના અન્ય સહયોગીઓ વિરૂદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રહ્યું છે.
#WATCH | जम्मू-कश्मीर: श्रीनगर में सुरक्षा बढ़ा दी गई है क्योंकि भारतीय सेना और जम्मू-कश्मीर पुलिस ने हरवान में संयुक्त अभियान शुरू किया है। मुठभेड़ स्थल की ओर जाने वाली सभी सड़कों को पुलिस द्वारा सील कर दिया गया है।
दाचीगाम के जंगल में सुरक्षा बलों के साथ मुठभेड़ में एक… pic.twitter.com/FiPh0UqWZF
— ANI_HindiNews (@AHindinews) December 3, 2024
આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી
મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળોએ હરવાનના ઉપરના ભાગમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન એક જગ્યાએ છુપાયેલા આતંકવાદીઓએ જંગલમાં આગળ વધી રહેલા જવાનો પર ગોળીબાર કર્યો હતો. અથડામણ લગભગ 11.30 વાગ્યે શરૂ થયું હતું.
જબ્રવાનની ટેકરીઓ વચ્ચે છુપાયેલા આતંકવાદીઓ
જે વિસ્તારમાં આ એન્કાઉન્ટર થઈ રહ્યું છે તે ડાચીગામ નેશનલ પાર્કનો એક ભાગ છે અને તે જબ્રવાનની ટેકરીઓ વચ્ચે આવેલું છે. આતંકવાદીઓ આ વિસ્તારનો ઉપયોગ બાંદીપોર-કંગન-ગાંદરબલથી દક્ષિણ કાશ્મીર અથવા દક્ષિણ કાશ્મીરથી ગાંદરબલ થઈને બાંદીપોર જવા માટે કરે છે. આ વિસ્તાર દચીગામને ત્રાલ સાથે જોડે છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, જવાનોના ઘેરામાં ફસાયેલા આતંકવાદીઓની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી, પરંતુ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમની સંખ્યા બેથી ત્રણ હશે. અન્ય વિગતોની રાહ જોવાઈ રહી છે.
સિયાચીનમાં ખરાબ હવામાનને કારણે હવલદારે બલિદાન આપ્યું
સેનાની 1-જમ્મુ કાશ્મીર રાઇફલ્સના હવલદાર નવલ કિશોર સિયાચીન ગ્લેશિયરમાં માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયા હતા. લદ્દાખના અત્યંત ઠંડા વાતાવરણમાં તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા હતા. લદ્દાખના પીઆરઓ ડિફેન્સ લેફ્ટનન્ટ કર્નલ PS સિદ્ધુએ જણાવ્યું કે, હવલદાર નવલ કિશોરે 1 ડિસેમ્બરે તબીબી કારણોસર પોતાનો જીવ ગુમાવ્યો. તેમના પાર્થિવ દેહને તેમના પૈતૃક નિવાસસ્થાને મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.
સોમવારે આર્મીના નોર્ધન કમાન્ડ અને લદ્દાખની સુરક્ષા કરી રહેલા ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના અધિકારીઓ અને જવાનોએ શહીદને સલામી આપી હતી. જો હવામાન અનુકૂળ રહે, તો આજે મંગળવારે હવલદારના પાર્થિવ શરીરને હિમાચલ પ્રદેશમાં તેમના વતન જિલ્લા મંડીમાં મોકલવામાં આવશે. આ પહેલા તેમને લેહમાં સલામી આપવામાં આવશે.
સિયાચીન ગ્લેશિયરમાં અતિશય ઠંડીના કારણે સૈનિકોને ઘણીવાર હૃદયની બીમારીઓ અને ઠંડી સંબંધિત અન્ય બીમારીઓનો સામનો કરવો પડે છે. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા મહિને પણ સિયાચીન ગ્લેશિયરમાં બે સૈનિકો ઠંડી સંબંધિત બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા.
આ પણ જૂઓ: બાંગ્લાદેશમાં ચિન્મય દાસનો કેસ લડી રહેલા વકીલ પર કટ્ટરવાદીઓનો હુમલો: ISKCON પ્રવક્તાનો દાવો