ઘણા સમયથી જેની પ્રતિક્ષા થઈ રહી હતી તે દિવસ આજે હતો. કેટલાય વિદ્યાર્થીઓ મીટ માંડીને બેઠા હતા કે આ વખતે પેપર લેવાશે અને કોઈ ગેરરીતિ નઇ થાય. કેટલાક તો ગઇકાલ રાતથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. કેટલાક પિતા પોતાની દીકરીઓને લઈને પેપર આપવા સવારથી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને ક્યાંક ડર તો હતો જ પણ સાથે સાથે સરકાર પર વિશ્વાસ પણ હતો કે આ વખતે કોઈ એવી ઘટના નઈ બને, પણ વરસાદના માવઠાની આગાહી હતી તેમ પેપર લીક માટેની પણ આગાહી અગાઉથી થઈ જ હતી પણ સરકાર કદાચ ઠંડીમાં ઠૂઠવાઈ ગઈ હતી.
આ પણ વાંચો : જુનિયર કલાર્ક પર ગ્રહણ : વિદ્યાર્થીઓનો ડર સાચો પડ્યો, ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યું
ATS ના કહેવા પ્રમાણે 3-4 દિવસ થી પેપરના તોડબજો પર નજર હતી તો શું તેઓ પેપર ફૂટવાની રાહ જોઈ રહ્યા હતા. પ્રશ્નો અહી ઘણા બધા છે પણ જવાબ છેલ્લે તમને શું મળવાના છે તે બધાને ખબર જ છે. આ કોઈ નવી વાત નથી કે પેપર ફૂટ્યું હોય, અગાઉ કેટલાય પેપર ફુટ્યા છે, કોઈને કડક સજા કરવામાં આવી નથી. આજના પેપર લીકની લિંક રાજ્ય બહારના માણસો ની મળી છે વધુ તપાસ થઈ રહી છે. જે થતી રહેશે થોડા દિવસ.
આ પણ વાંચો : પેપર લીક કનેક્શનમાં ચાર ગ્રુપ સામે આવ્યા, મોટા માથાની સંડોવણી ખુલશે
સવારે કેટલાક વિધાર્થીઓ જોડે Humdekhenge ની ટીમે વાત કરી તો જાણવા મળ્યું કે આજે પણ તેમના ગામમાં જેને નેતાજીની ઓડખાણ હોય તેને નોકરી મળી જાય છે પછી એ સહકારી હોય કે સરકારી. વિદ્યાર્થી પોતાની વેદના કહેતા કહેતા રડી ગયો પણ અહી સમજવાની બાબત એ છે કે ગુજરાત પોલીસ 28 વર્ષ જૂનો મર્ડર કેસને સોલ્વ કરી તેનો પ્રચાર કરે છે જ્યારે લખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે ત્યારે કોઈ પગલાં લેવામાં આવતા નથી.
સવારે સરકારના સરસ કાર્યના ભાગરૂપે વિદ્યાર્થીઓને મફત બસમાં સવારી કરાવી ઘરે પહોંચાડ્યા પણ છેલ્લા 4 મહિનાથી ગાંધીનગરમાં હજારો છોકરા છોકરીઓ પોતાના ઘરથી દૂર રહી પૈસા ખર્ચીને રહ્યા તેનો હિસાબ કોણ કરશે. સમાજના બે વર્ગો જેમાં એક આજે આખો દિવસ આના પર ચર્ચા કરશે, રાત્રે ગામમાં ફળિયાના નાકે અને શહેરમાં સોસાયટીના નાકે સોશિયલ મીડિયાના સહારે બૂમબરાડા કરશે જ્યારે બીજો વર્ગ ટીવી ડિબેટમાં કડક કાર્યવાહી કરતો સાંજે દેખાશે. આપણો સમાજ અને આપણી સમજ આ બે માં જ્યાં સુધી બદલાવ નહી આવે ત્યાં સુધી આ બધુ આમ જ ચાલશે.