ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં ટ્રમ્પ ટાવરમાં ટેસ્લા સાયબર ટ્ર્કમાં વિસ્ફોટ, એક વ્યક્તિનું મૃત્યુ

Text To Speech

લાસ વેગાસ, તા.2 જાન્યુઆરી, 2025: અમેરિકાના લાસ વેગાસમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હોટલની બહાર પાર્ક કરેલી ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ અને આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. લાસ વેગાસ પોલીસ વિભાગે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. દરમિયાન, ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે પણ આ ઘટના અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું, મેં ક્યારેય આવું કંઈ જોયું નથી.

આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં ટેસ્લા સાયબર ટ્રક હોટલની બહાર આગની જ્વાળાઓમાં લપેટાયેલો જોવા મળ્યો હતો. ક્લાર્ક કાઉન્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સવારે 8:40 ની આસપાસ વેલેટ્ટ વિસ્તારમાં આગની જાણ કરવામાં આવી હતી. જોકે કોઈ જાનહાનિના અહેવાલ નથી, તેમ છતાં હોટલ નજીકના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.

મારિસા નામના અન્ય એક યૂઝર્સે હોટલમાંથી વીડિયો શેર કર્યો અને લખ્યું કે તેઓ ટ્રમ્પ હોટલમાં રોકાયા છે. 26મા માળે એલિવેટર્સ બંધ છે અને કોરિડોર ધુમાડામાં ભરાઈ ગયા છે. મહેમાનોને હજુ સુધી હોટલમાંથી કોઈ સંદેશ મળ્યો નથી.

આવું પહેલા ક્યારેય નથી જોયુંઃ એલન મસ્ક

ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે કહ્યું કે ટેસ્લા કંપનીની એક વરિષ્ઠ ટીમ ડોનાલ્ડ ટ્રમ્પની લાસ વેગાસ હોટલની બહાર સાયબર ટ્રકમાં થયેલા વિસ્ફોટની તપાસ કરી રહી છે. જલદી અમને કંઈક ખબર પડશે, અમે વધુ માહિતી પોસ્ટ કરીશું. તેમણે એક્સ પર પોસ્ટ કર્યું. સાયબર ટ્રકમાં અગાઉથી મૂકવામાં આવેલા આતશબાજીના બોમ્બને કારણે આ વિસ્ફોટ થયો હતો. અમે પહેલા ક્યારેય આવું કંઈ જોયું નથી.

આ પણ વાંચોઃ કાશીમાં 80 કરોડના માલિકને પરિવારજનોએ ન આપી કાંધ, 400 પુસ્તક લખ્યા હતા

Back to top button