ટોપ ન્યૂઝનેશનલ

સુપરમેન બનવા જતા ચાર બહેનના એકના એક ભાઈનું મોત, ગળામાં દુપટ્ટો બાંધીને કૂદકો મારતા શ્વાસ રુંધાયો

Text To Speech

ઉત્તરપ્રદેશના નોયડાના પૃથલામાં સુપરમેન બનવાની ચાહમાં એક બાળકે જીવ ગુમાવ્યો છે. અણસમજુ બાળકે સુપરમેનની જેમ સ્ટંટ કરવાનો પ્રયાસ કર્યો અને તેનો વીડિયો પણ બનાવવા લાગ્યો પરંતુ આ વીડિયો બનાવવાના ચક્કરમાં જ તેનું મોત નિપજ્યું છે.

દિલ્હી નજીક નોયડામાં ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના ચક્કરમાં બુધવારે પાંચ બહેનના એકના એક ભાઈનું મોત થઈ ગયું છે. આ આખી ઘટના માસૂમની ચાર બહેનની સામે જ ઘટી. પોલીસને 51 સેકન્ડનો એક વીડિયો મળ્યો છે, જેમાં નીચે કૂદતાં પહેલાનો આખો ઘટનાક્રમ કેદ છે.

વીડિયો બનાવવા જતાં બાળક મોતને ભેટ્યો
નોયડાના પૃથલા ગામમાં રહેતો બૃજેશ પોતાના પરિવારની સાથે ભાડાના મકાનમાં રહે છે. 14 મેનાં દિવસે તેમનો 13 વર્ષનો દીકરો સુજીત રૂમમાં અંદર પોતાની ચાર બહેનોની સાથે સોશિયલ મીડિયામાં રીલ બનાવી રહ્યો હતો. તે માટે બાળકે બહેનનો દુપટ્ટો રૂમની છતમાં બાંધ્યો અને સ્લેબ પર પ્લાસ્ટિકના ડબ્બા પર ઊભો રહીને સ્ટંટ કરવા લાગ્યો. આ દરમિયાન દુપટ્ટો તેના ગળામાં ભરાયો અને શ્વાસ રુંધાવાને કારણે તે બેભાન થઈ ગયો.

14 મેનાં દિવસે તેમનો 13 વર્ષનો દીકરો સુજીત રૂમમાં અંદર પોતાની ચાર બહેનોની સાથે સોશિયલ મીડિયામાં રીલ બનાવી રહ્યો હતો

બાળકનું હોસ્પિટલમાં થયું મોત
બહેનોએ જયારે ભાઈને બેભાન જોયો તો તેઓ બૂમો પાડવા લાગી. દેકારો સાંભળીને ઘરના લોકો પણ રૂમમાં આવી ગયા અને બેભાન બાળકને તાત્કાલિક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ ગંભીર સ્થિતિને જોતા બાળકને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરી દેવાયો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે તેનું મોત થઈ ગયું.

સાત વર્ષ પહેલાં નોયડા આવ્યો હતો પરિવાર
ફરુખાબાદ નિવાસી બૃજેશ લગભગ સાત વર્ષ પહેલાં નોયડા આવી શહેરની ફેક્ટ્રીમાં સુરક્ષા કર્મચારી તરીકે નોકરી કરતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બૃજેશના બે ભાઈ દિલ્હીમાં નોકરી કરે છે. માસૂમના મોત બાદ ઘરમાં માતમનો માહોલ છે. મૃતકના પિતાએ કહ્યું કે ઘરનો એકનો એક ચિરાગ બુજાઈ ગયો.

Back to top button