ભાવનગરમાં જ નહીં ગુજરાત ભરમાં ચકચારી બનેલા ડમી કાંડમાં નામ નહીં જાહેર કરવાને લઈને 1 કરોડનો તોડ કરવામાં યુવરાજસિંહ જાડેજા, તેના બંને સાળા શિવુભા અને કાનભા ગોહિલ સામે ગુનો નોંધાયો હતો. તે ઉપરાંત ઘનશ્યામ લાધવા, બિપિન ત્રિવેદી અને અલ્ફાઝ ઉર્ફે રાજુનો પણ હાથ હતો. જેના પર ગુનો નોંધાયો છે. ભાવનગરમાંથી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી, આ આરોપી પકડાયા બાદ કુલ આરોપીનો આંકડો 50ને પાર પહોંચી ગયો હતો.ભાવનગર ડમી કાંડમાં પોલીસે આરોપીઓનો પકડવાનો આંકડો 50ને પાર કરી દીધો છે. અગાવ ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ડમી ઉમેદવાર કાંડમાં એક સગીર સહિત 3 આરોપીઓ પકડાયા હતા. ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી 36 આરોપીઓના નામ જોગ નોંધાયેલી ફરિયાદમાંથી એક આરોપી અને અન્ય 2 તપાસમાં ખુલેલા આરોપીઓ મળી કુલ આંકડો 50એ પહોંચ્યો છે. 36 આરોપી વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ 24 આરોપીઓ અને તપાસમાં ખુલેલા 26 આરોપીઓ મળી કુલ 50 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : મોદી સરકારના કાર્યકાળના 9 વર્ષ પૂરા, કોંગ્રેસે ટ્વિટ કરી ગણાવી આ ખામીઓ
આ મામલે કોર્ટે તમામને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.ગુજરાતમાં સરકારી પરીક્ષાઓ અને ભરતીઓમાં ઘણા કૌભાંડો ખેલાઈ ગયા, આ ખેલને ઉજાગર કરવામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરીષદ યોજી જાણકારીઓ જાહેર કરી હતી. જોકે તે પછી આરોપ લાગ્યા હતા કે કેટલાક લોકોના નામ નહીં જાહેર કરવાને લઈને યુવરાજસિંહ અને તેના સાથીદારોએ 1 કરોડનો તોડ કર્યો હતો.
આ મામલામાં અત્યાર યુવરાજસિંહ અને તેમના બે સાળાઓ સાથે અન્ય ત્રણની ધરપકડ થઈ હતી જે પછી તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આટલા દિવસો છતા કોઈને જામીન મળ્યા ન હતા. આજે તે પૈકીના એક આરોપીને જામીન મળ્યા છે.જેલમાં બંધ કોઈના પણ જામીન મંજુર થયા ન હતા. દરમિયાનમાં આ કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા અલ્ફાઝ ઉર્ફે રાજુના જામીન મંજુર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે. કે તોડકાંડ પ્રકરણમાં પ્રથમ વખત કોઈ આરોપીને જામીન મળ્યા છે.
આ પણ વાંચો : IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ક્વોલિફાયર પહેલા સિદ્ધિવિનાયક પહોંચ્યા મુકેશ અંબાણી, જુઓ તસવીરો