મૈં સમય હુંઃ દેશમાં લાગુ થયો નવો નિયમ, જાણો ઉલ્લંઘન કરશો તો શું થશે?
નવી દિલ્હી, 27 જાન્યુઆરી 2025: દેશમાં હવે તમામને ભારતીય માનક સમય અપનાવવાનો રહેશે. એક દેશ એક ટેક્સ વ્યવસ્થા લાગૂ કરવા અને એક દેશ એક ચૂંટણી માટે આગળ વધ્યા બાદ હવે સરકાર દેશમાં ટૂંક સમયમાં એક દેશ એક સમયને લાગુ કરવા જઈ રહી છે.
સમયના માનકીકરણ માટે સરકારે તમામ સત્તાવાર અને કોમર્શિયલ પ્લેટફોર્મ પર ભારતીય માનક સમયનો ઉપયોગ ફરજિયાત કરતા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
14 ફેબ્રુઆરી સુધી મંગાવવામાં આવ્યા સૂચનો
ગ્રાહક બાબતોના મંત્રાલયે 14 ફેબ્રુઆરી સુધી લોકો પાસેથી આ મુદ્દે સૂચનો મગાવ્યા છે. ધ લીગલ મેટ્રોલોજી નિયમ, 2024નો ઉદ્દેશ્ય સમય-નિર્ધારણ પ્રથાઓને માનકીકૃત કરવા માટે કાયદાકીય ઢાંચો તૈયાર કરવાનો છે.
તેનાથી કાનૂની, પ્રશાસનિક, કોમર્શિયલ તથા સત્તાવાર દસ્તાવેજ માટે આઈએસટીને એકમાત્ર સંદર્ભ તરીકે અનિવાર્ય કરવામાં આવ્યું છે. તેનો મતલબ એ છે કે સમયના સંદર્ભમાં ફક્ત આઈએસટીનો જ ઉપયોગ કરવામાં આવશે. પ્રસ્તાવિત નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ લાગશે.
ડ્રાફ્ટ અનુસાર, વાણિજ્ય, પરિવહન, સાર્વજનિક પ્રશાસન, કાનૂન કરાર, નાણાકીય સંચાલન સહિત તમામ ક્ષેત્રોમાં આઈએસટી અનિવાર્ય થશે. તેની મુખ્ય જોગવાઈમાં સત્તાવાર તથા કોમર્શિયલ ઉદ્દેશ્યો માટે આઈએસટી ઉપરાંત અન્ય સમય સંદર્ભો પર પ્રતિબંધ, સરકારી કાર્યાલયો તથા સંસ્થાઓમાં આઈએસટીને ફરજિયાત દર્શાવાનું સામેલ છે.
આ પણ વાંચો: મહાકુંભ 2025 : સંગમમાં ડૂબકી લગાવશે અમિત શાહ, CM યોગી પણ આવશે પ્રયાગરાજ