ગુજરાતટોપ ન્યૂઝ

વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ભગવાન શિવનું કર્યું અપમાન, લોકોમાં ભારે આક્રોશ

Text To Speech

જાણે કે હિંદુઓના ધિરજની પરીક્ષા લેવાઈ રહી હોય તેમ આજકાલ હિંદુ ભગવાનો પર વારંવાર ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે અપમાન કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ ફરી એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ભગવાન શિવનું અપમાન કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિરૂદ્ધ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે મહાદેવ કુસ્તીમાં હાર્યા હોવાનો વાણીવિલાસ કર્યો હતો. રૂગનાથચરણ દાસજી સ્વામી ડંફાસ મારતા હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ ઉભો થયો છે. સાધુ સમાજે આ નિવેદનની ભારે ટીકા કરી હતી.

આનંદ સાગર સ્વામીનાં અમેરિકા સ્થિત સત્સંગ સભાનાં વિડીયો મુજબ નીશીત એ શંકર ભગવાનને કહ્યું આપ પ્રબોધ સ્વામીને મળવા ચાલો. શંકર ભગવાને કહ્યું પ્રબોધ સ્વામીનાં દર્શન મારા ભાગ્યમાં નથી, તેમ શંકર ભગવાન કહી નીશીતને શંકર ભગવાન પગે લાગી જતા રહ્યાં. આનંદ સાગર સ્વામીનાં વાયરલ વિડીયો મુજબ શંકર ભગવાન કરતા પ્રબોધ સ્વામી મોટા છે તે અર્થ નીકળતા સમગ્ર ગૂજરાતમાં સનાતન ધર્મનાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. અખિલ ભારત સંત સમાજ અને વડતાલ સત્સંગ સભાનાં પ્રમૂખ નૌતમ સ્વામીએ આનંદ સાગર સ્વામીનાં વાયરલ વિડીયોનું ખંડન કરી તેમની પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ આ અંગે માફી માંગી છે. અમેરિકામાં શિબિર માં પ્રવચન દરમ્યાન શિવ ભગવાનને લઈને વિવાદાસ્પદ શબ્દો ઉચ્ચાર્યા હતા.

આમ વારંવાર હિંદુ દેવી દેવતાઓના અપમાન કરવામાં આવી રહ્યા છે. જે હવે તમામ લિમિટ બહાર જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજકાલ લોકોમાં ભારે આક્રોશ છે અને લોકોનું કહેવું છે કે હવે હિંદુઓની ધિરજની પરીક્ષા ન કરો. નહીંતર તેનું પરિણામ ખરાબ આવશે.

આ પણ વાંચો : પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવતા નવસારી જિલ્લાના પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયને PMO અને SPG દ્વારા પ્રશંસાપત્ર એનાયત

Back to top button