ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

વધુ એક ભારતીય ખેલાડીએ ક્રિકેટ જગત માંથી લીધો સન્યાસ

Text To Speech

ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. રોબિને આ વાત ટ્વિટ કરીને જણાવી હતી. તેણે ટ્વિટ કરીને લખ્યું હતુ કે મારા દેશ અને મારા રાજ્ય કર્ણાટકનું પ્રતિનિઘિત્વ કરવું એ મારા માટે સન્માન જનક રહ્યુ હતું. જોકે બધી સારી બાબતોનો અંત આવે છે, આથી સૌ કોઈનો હ્રદયથી આભારી રહીને હું ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરુ છું.

20 વર્ષની ક્રિકેટ ઇનિંગ્સ:
રોબિને ટ્વિટમાં જણાવ્યુ હતુ કે તેણે જ્યારથી ક્રિકેટ રમવાનું શરુ કર્યુ તેને 20 વર્ષ થઈ ગયા છે. જેમાં ખાસ કરીને પોતોના દેશ અને રાજ્ય માટે ક્રિકેટમાં પ્રતિનિધિત્વ કરવું તે તેનું સૌથી મોટું સન્માન રહ્યુ હતુ. ત્યારે અનેક ઉતાર ચડાવથી ભરેલ તેની આ સફર રહી હોવાનુ પણ તેણે જણાવ્યું હતુ. તેમજ જેટલા સમય ક્રિકેટ રમ્યો અને ટિમના સભ્યો દ્નારા જે પણ શિખ્યો તેનો પણ રોબિને આભાર માન્યો હતો.

રોબિનની કરીયર લાઈફ:
36 વર્ષીય રોબિન ઉથપ્પાની કારકિર્દીની શરુઆત વન્ડેથી થઈ હતી. જ્યાં તેણ ઈંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યુ હતુ. તેના કરિયર દરમ્યાન તે 46 ODI રમી ચુક્યો છે અને તેમાં 934 રન પણ બનાવ્યા છે. જે ઉપરાંત રોબિન T20 વલ્ડકપ ટીમનો પણ ભાગ હતો. જે બાદ રોબિન એમ એસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગસમાં પણ જોડાયને કેટલાય રન ફટકારી ચુક્યો છે.

રોબિને ટ્વિટમાં કહ્યુ હતું કે હવે તે પોતોનો સમય પરીવાર સાથે વ્યતિત કરવા માંગે છે. ત્યારે રોબિનની આ ટ્વિટ ઘણા લોકોએ આવનાર ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ કેટલાક ચાહકો એ કમેન્ટ્સમાં કહ્યુ હતુ કે તેઓ હંમેશા રોબિન અને તેની રમાયેલ ઇનિંગ્સને યાદ રાખશે

Back to top button