ટોપ ન્યૂઝનેશનલ

મોંઘવારીનો વધુ એક ડામ; દિલ્હી-NCRમાં CNGના ભાવમાં ફરી 2 રૂપિયાનો વધારો, નવા ભાવ આજથી જ અમલી

Text To Speech

દેશભરમાં મોંઘવારીનો બોજો સહન કરતા સામાન્ય લોકોને વધુ એક ઝાટકો આપવામાં આવ્યો છે. દિલ્હી-NCRમાં CNG ગેસના ભાવ  ફરી ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્વારા CNGના ભાવ પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ વધેલી કિંમતો 21 મે 2022 એટલે આજથી સવારે છ વાગ્યાથી લાગુ થઈ ગઈ છે.

6 જ દિવસમાં ફરી ભાવ વધારો
દિલ્હીમાં 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 15 મેના રોજ દિલ્હી-NCRમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં એક કિલોગ્રામ CNG માટે ગ્રાહકોને 75.61 રૂપિયા ચૂકવવા પડશે.

ગાઝિયાબાદ, નોયડા અને ગ્રેટર નોયડામાં પણ CNGની કિંમતમાં 2 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ આ શહેરોમાં CNGની કિંમત પ્રતિ કિલો 78.17 રૂપિયા થઈ ગઇ છે. આ સિવાય ગુરુગ્રામમાં રહેતા લોકોએ એક કિલો CNG માટે 83.94 રૂપિયા ચૂકવવા પડશે.

અન્ય જગ્યાના ભાવ

દિલ્હી સિવાય રેવાડીમાં CNGના ભાવમાં વધારો કર્યા બાદ હવે 86.07 રૂપિયા, કાનપુરમાં 87.40 રૂપિયા, અજમેરમાં 85.88 રૂપિયા, કરનાલમાં 84.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 82.84 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચૂકવવા પડશે.CNG ગેસના ભાવ વધારાના કારણે CNG પર ચાલતા વાહનોના ભાડામાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય લોકો પરેશાન થઇ રહ્યા છે.

Back to top button