માનવ તસ્કરી કેસમાં વધુ એક આરોપી કોચીથી પકડાયો
કોચી (કેરળ), 22 ડિસેમ્બરઃ માનવ તસ્કરી કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા 11મા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએએ ગયા મહિને દેશવ્યાપી દરોડા દરમિયાન આ માનવ તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો.
એજન્સીએ આજે આ કેસના ભાગેડુ સાઉદી ઝાકીરને કેરળમાં કોચીસ્થિત તેના છૂપા સ્થાનેથી ઝડપી લીધો હતો.
NIA Arrests 11Th Accused in Human Trafficking Case, Absconder Saudi Zakir Tracked to Kochi Hideout pic.twitter.com/928kL90S2W
— NIA India (@NIA_India) December 22, 2023
આ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી ઝાકીરે ભારત-બાંગ્લાદેશ સરહદે બેનાપોલ ખાતેથી ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી હતી. હતી. ત્યાંથી તે છેક કર્ણાટકના બેંગલુરુમાં બેલંદુર વિસ્તારમાં પહોંચી ગયો હતો. ત્યાં તેણે વેસ્ટ કલેક્શન એન્ડ સેગ્રેગેશન યુનિટ (કચરો એકત્ર કરીને વિવિધ કચરાને છૂટા પાડવાનો ધંધો) શરૂ કર્યો હતો. આ કામમાં તેણે બીજા ઘણા બાંગ્લાદેશીઓને રોજગારી આપી હતી જે બધા જ ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા હતા. આ કેસમાં અગાઉ 10 આરોપીને પકડી પાડવામાં આવેલા છે.
આ અગાઉ ગત 8મી નવેમ્બરે એનઆઈએ દ્વારા 10 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 44 માનવ તસ્કરોને પકડી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ 37 હજાર આહીરાણીઓનો મહા-રાસ, કૃષ્ણ નગરીમાં રચાશે ઇતિહાસ