આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

USએ ગ્રીન કાર્ડની માન્યતા પાંચ વર્ષ સુધી લંબાવી, 10 લાખ ભારતીયોને ફાયદો

Text To Speech
  • ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર
  • રોજગાર અધિકૃતતા કાર્ડ પાંચ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે
  • 10 લાખ ભારતીયોને આ નિર્ણયથી મોટો લાભ થશે

અમેરિકાએ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા અમુક નૉન-ઇમિગ્રન્ટ કેટેગરીઓને પાંચ વર્ષ માટે રોજગાર અધિકૃતતા કાર્ડ જારી કરવાની જાહેરાત કરી છે. આ પગલાંથી યુએસમાં રહેતા હજારો ભારતીયોને ફાયદો થશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ ( USCIS) એ જણાવ્યું હતું કે તે કેટલાક નૉન-સિટિઝન માટે પ્રારંભિક અને રિન્યૂઅલ એમ્પલોમેન્ટ ઓથોરાઈઝ્ડ ડૉક્યૂમેન્ટ્સ (EAD)ની મુદ્ત 5 વર્ષ માટે લંબાવી રહ્યા છે.

એજન્સીએ જણાવ્યા મુજબ,  મહત્તમ EAD માન્યતા મુદ્દતને પાંચ વર્ષ સુધી વધારવાનો હેતુ નવા ફોર્મ I-765, રોજગાર અધિકૃતતા માટેની અરજીની સંખ્યા ઘટાડવાનો છે. જેનાથી આગામી કેટલાક વર્ષોમાં રીન્યૂબલ EAD માટે પ્રાપ્ત થાય છે. આ નિર્ણયથી પ્રક્રિયાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. આમાં આશ્રય માટે અરજી કરનારા માટે INA 245 હેઠળ સ્થિતિની યોગ્ય વ્યવસ્થા અને દેશનિકાલની સસ્પેન્શન અથવા હકાલપટ્ટી રદ કરવાનો સમાવેશ થાય છે.

10.5 લાખથી વધુ ભારતીય ગ્રીન કાર્ડ મેળવવાની હોડમાં

એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન કાર્ડની જાહેરાતથી અમેરિકામાં રહેતા ભારતીયોને ફાયદો થશે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે 10.5 લાખથી વધુ ભારતીયો રાહ જોઈ રહ્યા છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, આમાંથી લગભગ ચાર લાખ લોકો યુએસ ગ્રીન કાર્ડ મેળવતા પહેલા મૃત્યુ પામી શકે છે. મહત્વનું છે કે, ગ્રીન કાર્ડ અથવા કાયમી નિવાસી કાર્ડ એક દસ્તાવેજ છે. જે ઇમિગ્રન્ટ્સને યુએસમાં કાયમી ધોરણે રહેવાનો અધિકાર આપે છે. અમુક દેશોના લોકોને કેટલા ગ્રીન કાર્ડ જારી કરી શકાય તેની  કેટલીક મર્યાદા પણ છે.

 

આ પણ વાંચો: H1B વિઝા શું છે, કેમ ભારતીયો માટે છે આ ખાસ

Back to top button