અમદાવાદ, 17 જૂન 2024, આગામી 24 જૂનથી ધોરણ 10 અને 12નું પૂરક પરીક્ષા શરૂ થશે. રાજ્યમાં 1 લાખથી વધુ અને અમદાવાદમાં 19 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે. અમદાવાદના 49 સેન્ટર પર પૂરક પરીક્ષા યોજાશે. 24 જૂનથી 6 જુલાઈ સુધી પૂરક પરીક્ષા ચાલશે. બોર્ડની પરીક્ષાની જેમ જ બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે. અમદાવાદમાં ધોરણ 10ના 10578 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6455 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.ધોરણ 12 સાયન્સના 2753 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.
પૂરક પરીક્ષા પાસ કરનારનું વર્ષ નહીં બગડે
અમદાવાદના 49 સેન્ટર પર પૂરક પરીક્ષા યોજાશે.બોર્ડની પરીક્ષાની જેમ જ હોલ ટિકિટના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ પણ આ વર્ષથી જ કરી શકશે.
ધોરણ 12 સાયન્સ (બપોરે 3થી 6:30 વાગ્યા સુધી)
24 જૂન – ભૌતિક વિજ્ઞાન
25 જૂન – અંગ્રેજી
26 જૂન – રસાયણ વિજ્ઞાન
1 જુલાઈ – ગણિત
2 જુલાઈ – ગુજરાતી
3 જુલાઈ – જીવવિજ્ઞાન
ધોરણ 12 સામાન્ય પ્રવાહ (બપોરે 3 વાગ્યાથી 6:15 વાગ્યા સુધી)
24 જૂન – અંકશાસ્ત્ર
25 જૂન – અર્થશાસ્ત્ર
26 જૂન – ગુજરાતી
1 જુલાઈ – વાણિજ્ય વ્યવસ્થા
2 જુલાઈ – કોમ્પ્યુટર
3 જુલાઈ – નામના મૂળતત્વો
4 જુલાઈ – સેક્રેટેરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવસ્થા
5 જુલાઈ – રાજ્યશાસ્ત્ર
6 જુલાઈ – ઈતિહાસ
ધોરણ 10 (સવારે 10થી બપોરે 1:15 સુધી)
24 જૂન – ગુજરાતી
25 જૂન – અંગ્રેજી
26 જૂન – વિજ્ઞાન
1 જુલાઈ – સામાજિક વિજ્ઞાન
2 જુલાઈ – ગુજરાતી (દ્વિતીય ભાષા)
3 જુલાઈ – સ્ટાન્ડર્ડ /બેઝિક
આ પણ વાંચોઃસરકારી યુનિવર્સિટીમાં 24 જૂનથી સત્ર શરૂ થશેઃ 27 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન