ભાભરમાં જૈન સાધ્વીજી છેડતી કેસઃ આરોપી શખ્સની માહિતી આપનારને એક લાખનું ઇનામ
ભાભર, 22 ઓગસ્ટ 2024, બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે બે દિવસ અગાઉ જૈન સાઘ્વીજીની છેડતી કરવાની ઘટનાથી જૈન સમાજમાં રોષ પર્વતી રહ્યો છે, ત્યારે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી છે. છતાં ત્રણ દિવસથી આ શખ્સ હજુ સુધી ઝડપાયો નથી. આ શખ્સનો સ્કેચ પણ તૈયાર કરીને પોલીસે સોશિયલ મીડિયામાં મૂક્યો હતો, છતાં હજુ સુધી કોઈ પગેરૂ મળ્યું નથી.
શખ્સને ઝડપી લેવા માટે પોલીસને તાકીદ કરી
પોલીસે હવે આ શખ્સની જાણકારી આપનારને રૂપિયા એક લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. જે વ્યક્તિ આ શખ્સની માહિતી આપશે તેનું નામ પણ ગુપ્ત રાખવાની ખાતરી આપવામાં આવી છે.આ મુદ્દે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ઉગ્ર રોષ વ્યક્ત કરીને આ કેસમાં સંડોવાયેલા શખ્સને ઝડપી લેવા માટે પોલીસને તાકીદ કરી છે. પોલીસે કોઈને આ શખ્સની માહિતી મળે તો મોબાઈલ નંબર 63596 25924, 70699 00100 સહિત અન્ય મોબાઈલ નંબર અને પોલીસનો કંટ્રોલરૂમ નંબર 02742 – 252600 ઉપર જાણ કરવા માટે અપીલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે.
આ પણ વાંચોઃભાભરમા સાધ્વીજીની છેડતી મુદ્દે જૈન સમાજના અગ્રણીઓએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી