ઉત્તર ગુજરાતગુજરાત

મોડાસા હાઈવે પર અકસ્માતઃ બસ અને ટ્રેક્ટર અથડાતા એકનું મૃત્યુ, 6 ને ઈજા

Text To Speech

મોડાસાઃ (Himmat Nagar high way) ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. (Modasa) હાઈવે પર જતાં ઓવરસ્પીડ વાહનો અકસ્માત સર્જી રહ્યાં છે. (Accident)ત્યારે ઉત્તર ગુજરાતના મોડાસામાં થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે અને 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. (bus and tractor ) ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

એક વ્યક્તિનું મૃત્યુ અને 6 લોકોને ગંભીર ઈજાઓ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લીના મોડાસામાં હિંમતનગર હાઈવે સ્થિત ખુમાપુર પાસે આજે વહેલી સવારે બસ અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. મોડાસા આવી રહેલી બસ હાઈવે પર ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે અને 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ટ્રેકટરની ટ્રોલીને બસ અથડાતાં દાહોદ તરફથી આવી રહેલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.

સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 108ની મદદથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે ટ્રેક્ટર ટ્રેલરની પાછળ રિફ્લેક્ટરનો અભાવ હતો કે કેમ એ દિશામાં પણ તપાસ શરુ કરી છે.

Back to top button