ટ્રેન્ડિંગવર્લ્ડ

પાંચ પત્નીઓનો એક જ પતિ! 10 બાળકો સાથે એક જ ઘરમાં રહે છે બધા

Text To Speech
  • આ પરિવારની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા ચાલી રહી છે 

HD ન્યૂઝ ડેસ્ક, 1 જૂન: તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, લગ્નનો લાડુ ખાઓ તો પણ પછતાવો અને ન ખાઓ તો પણ પછતાવો. આ કારણે, ઘણા લોકો લગ્ન કરવા માંગતા નથી અને ઘણા એવા છે જેઓ એકપત્નીત્વથી સંતુષ્ટ નથી. આવું જ એક વ્યક્તિનું છે જે સોશિયલ મીડિયા પર પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. આ વ્યક્તિને 5 પત્નીઓ છે (1 પતિ અને 5 પત્નીઓ-Polygamy). લોકો તેને ટ્રોલ કરે છે પરંતુ આ 6 લોકો એકબીજાથી ખૂબ જ ખુશ છે. ઘણીવાર લોકો તે માણસને પૂછે છે કે,  તે તેની પાંચ પત્નીઓ સાથે કેવી રીતે સમય વિતાવે છે?

nextgenbarrett
@nextgenbarrett

અહેવાલ મુજબ, આ પરિવાર છે બેરેટ પરિવાર(Barrett family). સોશિયલ મીડિયા પર આ પરિવાર ખૂબ જ ચર્ચામાં રહે છે, કારણ કે પરિવારમાં 1 પતિ અને 5 પત્નીઓ છે (પુરુષના 5 સ્ત્રીઓ સાથે લગ્ન). બધી પત્નીઓ ફક્ત તેમના પતિ સાથે રિલેશનમાં છે, એકબીજા સાથે નહીં, તેઓ પોતાને ‘બહેન પત્ની(Sister Wives)’ કહે છે. 5 પત્નીઓ ધરાવતા આ પુરુષને 10 બાળકો પણ છે. એક જ પતિ હોવા છતાં, પત્નીઓને એકબીજા પ્રત્યે જરાય ઈર્ષ્યા નથી. તે અવારનવાર તેના પતિ સાથેના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

5 પત્નીઓનો એક જ પતિ

રિપોર્ટ અનુસાર, પરિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં પતિએ જણાવ્યું હતું કે તેની 5 પત્નીઓ, 5 અલગ-અલગ વાઇબ્સવાળી(Vibes) છે. મહિલાઓએ વીડિયોમાં કહ્યું કે, તેઓ તેમના જીવનમાં કોઈ અન્ય પુરુષ નથી ઈચ્છતી, તેઓ ખુશ છે કે તેમનો એક જ પતિ છે. તે માને છે કે આટલી બધી પત્નીઓ હોવાને કારણે તેનો પતિ ક્યારેય બીજી સ્ત્રીના પ્રેમમાં નહીં પડે.

બ્રાઝિલિયન મોડલ પણ વાયરલ થઈ હતી

જ્યારથી આ પરિવાર TikTok પર ફેમસ થયો છે, ત્યારથી તેઓએ Instagram પર એક એકાઉન્ટ પણ શરૂ કર્યું છે. આ લોકો અવારનવાર તેમના પરિવાર સાથે ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. વેલ, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ પુરુષ આટલી બધી પત્નીઓને લઈને લાઈમલાઈટમાં આવ્યો હોય. બ્રાઝિલિયન મોડલ આર્થર ઓ ઉર્સો પણ તેની 9 પત્નીઓને કારણે ચર્ચામાં હતો.

આ પણ જુઓ:પોલીસ પાસે એક વ્યક્તિએ કરી દીધી ગર્લફ્રેન્ડની માંગ, મળ્યો આ જવાબ

Back to top button