ટોપ ન્યૂઝવર્લ્ડ

15 ઓગસ્ટ પહેલા PoKમાં કંઈક મોટું કરશે ભારત! પાકિસ્તાની મીડિયામાં એક જ ચર્ચા

Text To Speech

હંમેશા નફ્ફટાઈમાં અવલ્લ રહેનારું પાકિસ્તાન પહેલી વાર કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહના એક નિવેદનથી ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાની મીડિયામાં પણ આ એક જ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ વખતે 15 ઓગસ્ટે ભારત પાકિસ્તાનના POKમાં કંઇક મોટું કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે POKને ભારતનો ભાગ બતાવ્યો હતો અને તે ભારતનો જ રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોઈ વિદેશી શક્તિ આપણા પર ખરાબ નજર નાખે છે અને યુદ્ધ થાય છે, તો આપણે વિજયી થઈશું.

રાજનાથ સિંહના નિવેદન પર પાકિસ્તાન ફફડ્યું 

રાજનાથ સિંહના આ નિવેદનને પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટે પાકિસ્તાન માટે ચિંતાજનક ગણાવ્યું હતું. બીજી ઈસ્લામાબાદ અને પાકિસ્તાનમાં ભારે હડકંપ મચી ગયો હતો. અને પાકિસ્તાની મીડિયામાં ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. પાકિસ્તાની જનતામાં સૌ કોઈના મોઢે એક જ વાત ચર્ચાઈ રહી છે કે ભારત 15મી ઓગસ્ટ પહેલા POKમાં કંઈક મોટું કરશે. બીજી તરફ POKમાં પણ પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અન્યાય ના કારણે પીઓકેની જનતામાં પણ ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે. પીઓકેની જનતા પણ બગાવત પર ઉતરી જતાં પીઓકેની સરકાર તેમજ પાકિસ્તાનની શાહબાજ સરકારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે.

Back to top button